સુરહ આલે ઈમરાન 83,84

PART:-192
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-83,84
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَفَغَيۡرَ دِيۡنِ اللّٰهِ يَبۡغُوۡنَ وَلَهٗۤ اَسۡلَمَ مَنۡ فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ طَوۡعًا وَّكَرۡهًا وَّاِلَيۡهِ يُرۡجَعُوۡنَ(83)


83).શું તેઓ અલ્લાહ (તઆલા)ના ધર્મ સિવાય કોઈ
બીજા ધર્મની શોધમાં છે? જયારે કે બધા આકાશોવાળા અને ધરતીવાળા અલ્લાહ (તઆલા)ના ફરમાબરદાર છે, ખુશીથી હોય તો અને નાખુશીથી હોય તો, બધાને
તેના તરફ પાછા ફેરવવામાં આવશે.

તફસીર(સમજુતી):-

જ્યારે ધરતી અને આકાશની કોઈ વસ્તુ અલ્લાહ તઆલાની કુદરત અને તાકાતની બહાર નથી ચાહે ખુશીથી અથવા નાખુશીથી, તો તમે તેની સામે માથુ ઝુકાવવાથી (અથવા ઈસ્લામ કબૂલ કરવાથી) ક્યાં ભાગી રહ્યા છો? આગળની આયતમાં ઈમાન લાવવાની રીત બતાવીને ફરી કહેવામાં આવી રહ્યું છે કે દરેક નબીએ દરેક આસમાની કિતાબ પર કોઈ પણ પ્રકારના મતભેદ વગર ઈમાન લાવવું જરૂરી છે. પછી કહેવામાં આવી રહ્યું છે કે
ઈસ્લામ ધર્મ સિવાય બીજો ધર્મ કબૂલ થશે નહિં. કોઈ બીજા ધર્મના પેરોકારોની તકદીરમાં ફક્ત નુકશાનના સિવાય કશુ નહિં હોય.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلۡ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنۡزِلَ عَلَيۡنَا وَمَاۤ اُنۡزِلَ عَلٰٓى اِبۡرٰهِيۡمَ وَ اِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ وَيَعۡقُوۡبَ وَالۡاَسۡبَاطِ وَمَاۤ اُوۡتِىَ مُوۡسٰى وَ عِيۡسٰى وَالنَّبِيُّوۡنَ مِنۡ رَّبِّهِمۡ ۖ لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهٗ مُسۡلِمُوۡنَ(84)

84).તમે કહી દો, કે અમે અલ્લાહ (તઆલા) પર અને જે કંઈ અમારા ઉપર ઉતારવામાં આવ્યું છે અને જે
ઈબ્રાહીમ (علیہ السلام) અને ઈસ્માઈલ (علیہ السلام ) અને યાકૂબ (علیہ السلام ) અને તેમની સંતાન ઉપર ઉતારવામાં આવ્યું,અને જે કંઈ મૂસા(علیہ السلام) અને ઈસા (علیہ السلام) અને બીજા નબીઓને અલ્લાહ (તઆલા)ના તરફથી પ્રદાન કરવામાં આવ્યું, તે તમામ પર ઈમાન લાવ્યા, અને તેમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ કરતા નથી અને અમે અલ્લાહ (તઆલા)ના ફરમાબરદાર છીએ.

તફસીર(સમજુતી):-

મતલબ બધા નબીઓ પર ઈમાન લાવવું કે તેઓ પોતપોતાના સમયમાં અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા હતા, અને તેમના પર જે કિતાબો અને સહીફા ઉતારવામાં આવ્યા, તેમના વિષે એ યકીન રાખવું કે તે આસમાની કિતાબો હતી, જે હકીકતમાં અલ્લાહના તરફથી ઉતારવામાં આવી હતી, પરંતુ હવે અનુસરણ ફક્ત કુરઆનના આદેશ અનુસાર થશે, કેમકે કુરઆને પાછળની કિતાબોને રદ કરેલ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92