Posts

Showing posts from February 23, 2020

સુરહ બકરહ 260,261

PART:-143          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-260,261                         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ قَالَ اِبۡرٰهٖمُ رَبِّ اَرِنِىۡ كَيۡفَ تُحۡىِ الۡمَوۡتٰى ؕ قَالَ اَوَلَمۡ تُؤۡمِنۡ‌ؕ قَالَ بَلٰى وَلٰـكِنۡ لِّيَطۡمَئِنَّ قَلۡبِىۡ‌ؕ قَالَ فَخُذۡ اَرۡبَعَةً مِّنَ الطَّيۡرِ فَصُرۡهُنَّ اِلَيۡكَ ثُمَّ اجۡعَلۡ عَلٰى كُلِّ جَبَلٍ مِّنۡهُنَّ جُزۡءًا ثُمَّ ادۡعُهُنَّ يَاۡتِيۡنَكَ سَعۡيًا ‌ؕ وَاعۡلَمۡ اَنَّ اللّٰهَ عَزِيۡزٌ حَكِيۡمٌ(260) 260).અને જ્યારે ઈબ્રાહીમ (અ.સ.)એ કહ્યું, “હે મારા ૨બ! મને બતાવ કે તું મડદાને કેવી રીતે જીવતા કરીશ?” અલ્લાહ (તઆલા) એ કહ્યું, “શું તમને ઈમાન નથી?” જવાબ આપ્યો “ઈમાન તો છે પરંતુ મારા દિલને શાંતિ થઈ જશે.” કહ્યું, “ચાર પક્ષીઓ લો, તેના ટુકડા કરી નાખો. પછી દરેક પહાડ પર તેના એક-એક ભાગ રાખી દો. પછી તેને પોકારો તમારા પાસે દોડીને આવી જશે." અને જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘