સુરહ બકરહ 260,261


PART:-143
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
        આયત નં.:-260,261
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذۡ قَالَ اِبۡرٰهٖمُ رَبِّ اَرِنِىۡ كَيۡفَ تُحۡىِ الۡمَوۡتٰى ؕ قَالَ اَوَلَمۡ تُؤۡمِنۡ‌ؕ قَالَ بَلٰى وَلٰـكِنۡ لِّيَطۡمَئِنَّ قَلۡبِىۡ‌ؕ قَالَ فَخُذۡ اَرۡبَعَةً مِّنَ الطَّيۡرِ فَصُرۡهُنَّ اِلَيۡكَ ثُمَّ اجۡعَلۡ عَلٰى كُلِّ جَبَلٍ مِّنۡهُنَّ جُزۡءًا ثُمَّ ادۡعُهُنَّ يَاۡتِيۡنَكَ سَعۡيًا ‌ؕ وَاعۡلَمۡ اَنَّ اللّٰهَ عَزِيۡزٌ حَكِيۡمٌ(260)

260).અને જ્યારે ઈબ્રાહીમ (અ.સ.)એ કહ્યું, “હે મારા
૨બ! મને બતાવ કે તું મડદાને કેવી રીતે જીવતા કરીશ?” અલ્લાહ (તઆલા) એ કહ્યું, “શું તમને ઈમાન નથી?” જવાબ આપ્યો “ઈમાન તો છે પરંતુ મારા
દિલને શાંતિ થઈ જશે.” કહ્યું, “ચાર પક્ષીઓ લો, તેના
ટુકડા કરી નાખો. પછી દરેક પહાડ પર તેના એક-એક ભાગ રાખી દો. પછી તેને પોકારો તમારા પાસે દોડીને આવી જશે." અને જાણી લો કે અલ્લાહ (તઆલા)
જબરદસ્ત હિકમતવાળો છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

مَثَلُ الَّذِيۡنَ يُنۡفِقُوۡنَ اَمۡوَالَهُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ كَمَثَلِ حَبَّةٍ اَنۡۢبَتَتۡ سَبۡعَ سَنَابِلَ فِىۡ كُلِّ سُنۡۢبُلَةٍ مِّائَةُ حَبَّةٍ‌ؕ وَاللّٰهُ يُضٰعِفُ لِمَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌ(261)

261).જે લોકો અલ્લાહ (તઆલા)ના માર્ગમાં પોતાનો માલ
ખર્ચ કરે છે, તેમનું દૃષ્ટાંત તે દાણા જેવું છે જેમાંથી સાત ડુંડીઓ નીકળે અને દરેક ડુંડીમાં સો દાણા હોય અને અલ્લાહ(તઆલા) જેને ઈચ્છે તેને અનેક ઘણુ આપે અને અલ્લાહ(તઆલા) ઘણો ઉદારતાવાળો અને ઈલ્મવાળો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92