Posts

Showing posts from September 23, 2020

સુરહ અલ્ માઈદહ 35,36

 PART:-352            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              સારા આમાલ નો વસીલો       જહન્નમીને છુટકારો નહીં ચાહે          ફિદીયામા કંઈ પણ આપે                                 =======================                           પારા નંબર:- 06             (5)સુરહ અલ્ માઈદહ             આયત નં.:- 35,36 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَابۡتَغُوۡۤا اِلَيۡهِ الۡوَسِيۡلَةَ وَجَاهِدُوۡا فِىۡ سَبِيۡلِهٖ لَعَلَّـكُمۡ تُفۡلِحُوۡنَ(35) (35).હે મુસલમાનો! અલ્લાહ (તઆલા)થી ડરતા રહો અને તેના તરફ નિકટતા પ્રાપ્ત કરવાની કોશિશ કરો. અને તેના માર્ગમાં જિહાદ કરો જેથી તમે સફળ થાઓ. તફસીર(સમજુતી):- વસીલા નો અર્થ એવી વસ્તુ જે કોઈ મકસદને પ્રાપ્ત કરવા અને તેની નિકટતાનો જરીઓ બને. "અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાના કારણોની શોધ કરો.” નો અર્થ થશે એવા કાર્યો કરો જેનાથી તમને અલ્લાહની ખુશી અને તેની નિકટતા પ્રાપ્ત થાય ઈમામ શૌકાનીનું ક