સુરહ અલ્ માઈદહ 35,36

 PART:-352


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          સારા આમાલ નો વસીલો


      જહન્નમીને છુટકારો નહીં ચાહે

         ફિદીયામા કંઈ પણ આપે

                                =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 35,36


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


يٰۤاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَابۡتَغُوۡۤا اِلَيۡهِ الۡوَسِيۡلَةَ وَجَاهِدُوۡا فِىۡ سَبِيۡلِهٖ لَعَلَّـكُمۡ تُفۡلِحُوۡنَ(35)


(35).હે મુસલમાનો! અલ્લાહ (તઆલા)થી ડરતા રહો અને તેના તરફ નિકટતા પ્રાપ્ત કરવાની કોશિશ કરો. અને તેના માર્ગમાં જિહાદ કરો જેથી તમે સફળ થાઓ.


તફસીર(સમજુતી):-


વસીલા નો અર્થ એવી વસ્તુ જે કોઈ મકસદને પ્રાપ્ત કરવા અને તેની નિકટતાનો જરીઓ બને.

"અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાના કારણોની શોધ કરો.” નો અર્થ થશે એવા કાર્યો કરો જેનાથી તમને અલ્લાહની ખુશી અને તેની નિકટતા પ્રાપ્ત થાય ઈમામ શૌકાનીનું કથન છે, “વસીલો તે નેક અમલ છે જેના વડે બંદાઓ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે છે.” એજ રીતે મના કરેલ અને હરામ વસ્તુઓ અને કામોથી બચવાથી પણ અલ્લાહની નિકટતા પ્રાપ્ત થાય છે. એટલા માટે મના કરેલ અને હરામ વસ્તુઓ તથા કામોને છોડી દેવા એ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાનો જરીઓ છે, પરંતુ કેટલાકે આ વાસ્તવિક જરીઆને છોડીને કબ્રોમાં દફન

લોકોને પોતાનો જરીઓ બનાવી લીધો છે જેની ઈસ્લામી શરીઅતમાં કોઈ જગ્યા નથી.


☘☘☘☘☘☘☘☘☘☘☘


اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَوۡ اَنَّ لَهُمۡ مَّا فِى الۡاَرۡضِ جَمِيۡعًا وَّمِثۡلَهٗ مَعَهٗ لِيَـفۡتَدُوۡا بِهٖ مِنۡ عَذَابِ يَوۡمِ الۡقِيٰمَةِ مَا تُقُبِّلَ مِنۡهُمۡ‌ۚ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(36)


(36). યકીન કરો કે કાફિરોના માટે જો તે બધું જ હોય છે જે સમગ્ર ધરતીમાં છે, અને તેના બરાબર અને વધારે પણ હોય અને તેઓ તે બધાને કયામતના દિવસે અઝાબના બદલે ફિદિયામાં આપવા ચાહે તો પણ અશક્ય છે કે

તેમનાથી કબૂલ કરી લેવામાં આવે, તેમના માટે

પીડાકારી સજા છે.


તફસીર (સમજુતી):-


હદીસમાં આવે છે કે એક જહન્નમીને જહન્નમથી કાઢીને અલ્લાહ ની બારગાહ માં પેશ કરવામાં આવશે અલ્લાહ તેને પુછશે કે "તારી આરામગાહ(જહન્નમ) તને કેવી લાગી",  તે કહેશે કે બદતરીન થી બદતરીન પછી અલ્લાહ કહેશે "શું તું જમીન ભરીને સોનું ફિદિયામા આપીને આનાથી છુટકારો મેળવવાનું પંસદ કરીશ" ("તે ફૌરન હા પાડશે"), પછી અલ્લાહ કહેશે  મેં તો દુનિયામાં તારી પાસે ખૂબજ થોડાકની માંગ કરેલી ત્યારે તો તે તેની પરવા ના કરી અને પછી તેને જહન્નમમાં પાછો નાખી દેવામાં આવશે.(સહીહ મુસ્લિમ) 


અહીં "થોડાંક માંગ" થી મુરાદ અલ્લાહ સાથે કોઈ ને શરીક ન કરવું અને શિર્ક ન કરવું 


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92