સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112
PART:-497 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ મુસા(અ.સ.) ધ્વારા થયેલ ચમત્કારોને ફિરઔનના સરદારોએ જાદુ ઠેરવ્યું ┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 09 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 107,108,109,110, 111,112 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= فَاَلۡقٰى عَصَاهُ فَاِذَا هِىَ ثُعۡبَانٌ مُّبِيۡنٌ(107) وَّنَزَعَ يَدَهٗ فَاِذَا هِىَ بَيۡضَآءُ لِلنّٰظِرِيۡنَ(108) (107). પછી પોતાની લાઠી નાખી દીધી તો અચાનક તે એક જીવતો જાગતો અજગર બની ગઈ. (108). અને પોતાનો હાથ બહાર કાઢ્યો તો તે અચાનક બધા જોનારાઓની સામે ઘણો જ ચળકતો થઈ ગયો. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••• એટલે કે અલ્લાહે મુસા અ.સ. ને જે બે મુઅઝિજે (ચમત્કારો) આપેલા તે તેમણે હાજીર કર્યા પોતાની...