સુરહ અન્-નિસા 3
 PART:-250           (Quran-Section)        (4)સુરહ અન્-નિસા            આયત નં.:-3    ☘☘☘☘☘☘☘☘☘☘☘                          اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   وَاِنۡ خِفۡتُمۡ اَلَّا تُقۡسِطُوۡا فِى الۡيَتٰمٰى فَانْكِحُوۡا مَا طَابَ لَـكُمۡ مِّنَ النِّسَآءِ مَثۡنٰى وَثُلٰثَ وَرُبٰعَ ۚ فَاِنۡ خِفۡتُمۡ اَلَّا تَعۡدِلُوۡا فَوَاحِدَةً اَوۡ مَا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ ؕ ذٰ لِكَ اَدۡنٰٓى اَلَّا تَعُوۡلُوۡا(3)   3).અને જો તમને ડર હોય કે અનાથ છોકરીઓથી નિકાહ કરીને તમે ન્યાય નહિં કરી શકો તો બીજી  સ્ત્રીઓમાં જે તમને સારી લાગે તમે તેમનાથી નિકાહ કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર, પરંતુ જો ન્યાય ન રાખી શકવાનો ડર છે તો એક જ પૂરતી છે અથવા તમારા કબ્જાની દાસીઓ વધારે નજદીક છે કે (આવુ કરવાથી અન્યાય અને) એક તરફ ઝૂકી જવાથી બચો.   તફસીર(સમજુતી):-   એટલે કે એક જ સ્ત્રી સાથે નિકાહ કરવામાં ભલાઈ છે, કે...