સુરહ અન્-નિસા 3

PART:-250
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-3 

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنۡ خِفۡتُمۡ اَلَّا تُقۡسِطُوۡا فِى الۡيَتٰمٰى فَانْكِحُوۡا مَا طَابَ لَـكُمۡ مِّنَ النِّسَآءِ مَثۡنٰى وَثُلٰثَ وَرُبٰعَ‌ ‌ۚ فَاِنۡ خِفۡتُمۡ اَلَّا تَعۡدِلُوۡا فَوَاحِدَةً اَوۡ مَا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ‌ ؕ ذٰ لِكَ اَدۡنٰٓى اَلَّا تَعُوۡلُوۡا(3)

3).અને જો તમને ડર હોય કે અનાથ છોકરીઓથી નિકાહ કરીને તમે ન્યાય નહિં કરી શકો તો બીજી
સ્ત્રીઓમાં જે તમને સારી લાગે તમે તેમનાથી નિકાહ કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર, પરંતુ જો ન્યાય ન રાખી શકવાનો ડર છે તો એક જ પૂરતી છે અથવા તમારા કબ્જાની દાસીઓ વધારે નજદીક છે કે (આવુ કરવાથી અન્યાય અને) એક તરફ ઝૂકી જવાથી બચો.

તફસીર(સમજુતી):-

એટલે કે એક જ સ્ત્રી સાથે નિકાહ કરવામાં ભલાઈ છે, કેમ કે એકથી વધારે પત્નીઓ રાખવાની સ્થિતિમાં બધાની સાથે ન્યાય કરવો મુશ્કેલ છે. જેની ત૨ફ દિલની મોહબ્બત વધારે હશે તેની તરફ જીવન-સામગ્રી ઉપલબ્ધ
કરવામાં વધારે ધ્યાન હશે. આ રીતે પત્નીઓ વચ્ચે ન્યાય કરવામાં નિષ્ફળ જશે અને અલ્લાહને ત્યાં ગુનેહગાર થશે, કુરઆને આ હકીકતને બીજી જગ્યાએ ખુબજ સ્પષ્ટ રીતે આ પ્રમાણે વર્ણન કરેલ છે.

અને તમે કદી પણ એ વાતની શક્તિ નહીં રાખી શકો કે પત્નીઓ વચ્ચે ન્યાય કરી શકો, ભલેને તમે ઈચ્છા રાખો(તો આ જરૂર કરો) કે એક તરફ ન ઝૂકી જાઓ અને બીજી પત્નીઓને વચ્ચે લટકાવી દો.”(સૂરઃ અન-નિસા:-129) 

આનાથી જાણવા મળ્યું કે એકથી વધારે નિકાહ કરી પત્નીઓથી ન્યાય ન કરવો ખોટું છે અને ઘણું
ભયાનક પણ..

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92