સુરહ બકરહ 262,263,264
PART:-144 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-262,263 264 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ يُنۡفِقُوۡنَ اَمۡوَالَهُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ ثُمَّ لَا يُتۡبِعُوۡنَ مَاۤ اَنۡفَقُوۡا مَنًّا وَّلَاۤ اَذًىۙ لَّهُمۡ اَجۡرُهُمۡ عِنۡدَ رَبِّهِمۡۚ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(262) 262).જે લોકો પોતાનો માલ અલ્લાહ (તઆલા)ના માર્ગમાં ખર્ચ કરે છે, પછી તેના પાછળ અહેસાન નથી જતાવતા, અને ન તકલીફ આપતા હોય તેમનો બદલો તેમના રબ પાસે છે. તેમના પર ન કોઈ ભય હશે ન તેઓ ઉદાસ હશે. તફસીર(સમજુતી):- અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવાની શ્રેષ્ઠતાનું જે વર્ણન થઈ ગયુ તે ફક્ત એવા માણસને પ્રાપ્ત થઈ શકશે જે માલ ખર્ચ કર્યા પછી...