સુરહ બકરહ 262,263,264

PART:-144
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-262,263
                           264
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَّذِيۡنَ يُنۡفِقُوۡنَ اَمۡوَالَهُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ ثُمَّ لَا يُتۡبِعُوۡنَ مَاۤ اَنۡفَقُوۡا مَنًّا وَّلَاۤ اَذًى‌ۙ لَّهُمۡ اَجۡرُهُمۡ عِنۡدَ رَبِّهِمۡ‌ۚ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(262)

262).જે લોકો પોતાનો માલ અલ્લાહ (તઆલા)ના માર્ગમાં ખર્ચ કરે છે, પછી તેના પાછળ અહેસાન નથી જતાવતા, અને ન તકલીફ આપતા હોય તેમનો બદલો તેમના રબ પાસે છે. તેમના પર ન કોઈ ભય હશે ન તેઓ ઉદાસ હશે.

તફસીર(સમજુતી):-

અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવાની શ્રેષ્ઠતાનું જે વર્ણન થઈ ગયુ તે ફક્ત એવા માણસને પ્રાપ્ત થઈ શકશે જે માલ ખર્ચ કર્યા પછી અહેસાન ન જતાવે, અને મોઢાથી એવા શબ્દો ન કહે જેનાથી કોઈ ગરીબના સન્માનને ઠેસ પહોંચે અને તેને તકલીફનો અહેસાસ થાય, આ એટલો મોટો ગુનોહ છે કે નબી (સ.અ.વ)એ ફરમાવ્યું, “કયામતના દિવસે અલ્લાહ (તઆલા) ત્રણ પ્રકારના માણસોથી વાત નહિ કરે તેમાંથી એક અહેસાન જતાવવાવાળો છે.”
(મુસ્લિમ, કિતાબુલ ઈમાન)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَوۡلٌ مَّعۡرُوۡفٌ وَّمَغۡفِرَةٌ خَيۡرٌ مِّنۡ صَدَقَةٍ يَّتۡبَعُهَاۤ اَذًى‌ؕ وَاللّٰهُ غَنِىٌّ حَلِيۡمٌ (263)

263).સારી વાત કહેવી અને માફ કરવું તે સદકાથી બહેતર છે જેના પછી દુ:ખ આપવામાં આવે, અને
અલ્લાહ બેનિયાઝ (નચિંત) અને સહનશીલ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تُبۡطِلُوۡا صَدَقٰتِكُمۡ بِالۡمَنِّ وَالۡاَذٰىۙ كَالَّذِىۡ يُنۡفِقُ مَالَهٗ رِئَآءَ النَّاسِ وَلَا يُؤۡمِنُ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ‌ؕ فَمَثَلُهٗ كَمَثَلِ صَفۡوَانٍ عَلَيۡهِ تُرَابٌ فَاَصَابَهٗ وَابِلٌ فَتَرَكَهٗ صَلۡدًا ‌ؕ لَا يَقۡدِرُوۡنَ عَلٰى شَىۡءٍ مِّمَّا كَسَبُوۡا ‌ؕ وَاللّٰهُ لَا يَهۡدِى الۡقَوۡمَ الۡـكٰفِرِيۡنَ(264)

264).હે ઈમાનવાળાઓ! પોતાના સદકાને અહેસાન જતાવીને અને દુ:ખ પહોંચાડીને બેકાર ન કરો, જેવી રીતે તે માણસ જે પોતાનો માલ દેખાવ કરવા માટે ખર્ચ
કરે અને ન અલ્લાહ (તઆલા) પર ઈમાન રાખે અને ન કયામત પર, તેનું દૃષ્ટાંત તે લીસા પથ્થર જેવું છે, જેના પર થોડી માટી હોય, પછી તેના પર ધોધમાર વર્ષા થાય,
અને તે તેને બિલકુલ સ્વચ્છ અને સખત છોડી દે” આ દેખાડો કરનારાઓને પોતાની કમાઈથી કોઈ વસ્તુ હાથ નથી લાગતી અને અલ્લાહ (તઆલા) કાફિરોના સમૂહને હિદાયત નથી આપતો.

તફસીર(સમજુતી):-

આ આયતમાં એમ કહેવામાં આવ્યું છે કે દાન અને પૂણ્ય તેમજ ભલાઈ કરીને બતાવવું અને દુઃખ આપવાવાળી વાતો કરવી ઈમાનવાળાઓને શોભા નથી આપતી, પરંતુ આ એવા લોકોની આદત છે જેઓ મુનાફિક છે તેઓ દેખાડો કરવા માટે ખર્ચ કરે છે. બીજું આવા ખર્ચ કરવાનું દૃષ્ટાંત એવું છે કે જાણે પથ્થરની શીલા પર માટી જામી જાય અને કોઈ તેમાં બીજ નાખી દે અને તેના
પછી વરસાદનું એક ઝાપટું આવે તો બધુ જ વહી જાય અને તે પથ્થર માટીથી બિલકુલ સ્વચ્છ થઈ જાય અથવા જે રીતે તે વરસાદ પેલા પથ્થર માટે લાભકારક ન થયો તેવી જ રીતે દેખાવ કરેલ દાન પણ કોઈ ફાયદો
પહોંચાડશે નહિં.








Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92