સુરહ આલે ઈમરાન 167,168

PART:-231
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-167,168
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِيَعۡلَمَ الَّذِيۡنَ نَافَقُوۡا  ۖۚ وَقِيۡلَ لَهُمۡ تَعَالَوۡا قَاتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَوِ ادۡفَعُوۡا ‌ۚ قَالُوۡا لَوۡ نَعۡلَمُ قِتَالًا لَّا تَّبَعۡنٰكُمۡ‌ؕ هُمۡ لِلۡكُفۡرِ يَوۡمَئِذٍ اَقۡرَبُ مِنۡهُمۡ لِلۡاِيۡمَانِ‌ۚ يَقُوۡلُوۡنَ بِاَفۡوَاهِهِمۡ مَّا لَيۡسَ فِىۡ قُلُوۡبِهِمۡ‌ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا يَكۡتُمُوۡنَ‌ۚ(167)

167).અને મુનાફિકોને જાણી લે જેમનાથી કહેવામાં આવ્યું કે આવો અલ્લાહના માર્ગમાં લડો અથવા
હુમલાથી બચાવ કરો તો તેઓએ કહ્યું કે જો અમે જાણતા કે લડાઈ થશે તો જરૂર તમારો સાથ આપતા, તેઓ તે દિવસે ઈમાનની સરખામણીમાં કુફની નજીક હતા,
પોતાના મોંઢાથી એવી વાત કરી રહ્યા હતા જે તેમના દિલોમાં ન હતી, અને અલ્લાહ તેને જાણે છે જેને તેઓ છુપાવે છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَّذِيۡنَ قَالُوۡا لِاِخۡوَانِهِمۡ وَقَعَدُوۡا لَوۡ اَطَاعُوۡنَا مَا قُتِلُوۡا ‌ؕ قُلۡ فَادۡرَءُوۡا عَنۡ اَنۡفُسِكُمُ الۡمَوۡتَ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(168)

168).જેમણે પોતાના ભાઈઓ માટે કહ્યું અને પોતે પણ બેસેલા રહ્યા કે જો તેઓ અમારી વાત માનતા તો કતલ કરવામાં ન આવતા કહી દો જો તમે સાચા હોવ તો પોતાની મોતને ટાળી દો.

તફસીર(સમજુતી):-

આ મુનાફિકોના તે કથનનું ખંડન છે કે “જો તેઓ અમારી વાત માની લેતા તો મારી નાખવામાં ન આવતા." અલ્લાહ તઆલાએ ફરમાવ્યું જો તમે સાચા છો તો પોતાના ઉપરથી મૃત્યુને ટાળી દો, આશય એ છે કે નસીબથી કોઈને અલગ નથી કરવામાં આવ્યા, મૃત્યુ પણ જયાં અને જેવી રીતે નસીબમાં છે, તે જ જગ્યા પર અને તે જ રીતે આવીને રહેશે, એટલા માટે જિહાદ અને અલ્લાહના માર્ગમાં લડવા માટે રોકવાથી અથવા ભાગી જવાથી કોઈ મૃત્યુના પંજાથી બચી શક્યો નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92