સુરહ અલ્ અન્-આમ 109,110

 PART:-432


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

     નિશાની (ચમત્કાર) જોયા પછી

          ઈમાન લાવવાની કસમ

                        

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-109,110


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاَقۡسَمُوۡا بِاللّٰهِ جَهۡدَ اَيۡمَانِهِمۡ لَئِنۡ جَآءَتۡهُمۡ اٰيَةٌ لَّيُؤۡمِنُنَّ بِهَا‌ ؕ قُلۡ اِنَّمَا الۡاٰيٰتُ عِنۡدَ اللّٰهِ‌ وَمَا يُشۡعِرُكُمۙۡ اَنَّهَاۤ اِذَا جَآءَتۡ لَا يُؤۡمِنُوۡنَ(109)


(109). અને તેઓએ ભારપૂર્વક અલ્લાહની કસમ ખાધી કે તેમની પાસે કોઈ નિશાની આવી તો બેશક માની લેશે, તમે કહી દો કે, “નિશાનીઓ અલ્લાહ પાસે છે” અને તમને શું ખબર કે તે (નિશાનીઓ) આવી જાય તો પણ તેઓ નહિ માને.


તફસીર(સમજુતી):-


એટલે કે કોઈ મોટો ચમત્કાર જે તેમની મરજીથી હોય, જેમકે મૂસાની લાઠી, મડદાને જીવતા કરવા અને સમૂદની ઊટણી જેવા.


ચમત્કાર જોવાની માંગ તેમની ખરાબ આદતોમાંથી હતી હિદાયત ની નિયત થી નહીં અને ચમત્કાર બતાવવામાં અલ્લાહ ના ઇખ્તિયાર મા જ છે તે ચાહે તો બતાવી પણ શકે.


અમુક રિવાયત માં આવે છે કે મક્કાના કાફિરોએ સફા પહાડને સોનાનો બનાવવાની માંગ કરીને કહ્યું કે આ માંગ પુરી થશે તો ઈમાન લાવીશું. જેના પર જીબ્રઈલ અલય્હિસ્સલામ આવ્યા અને નબી(ﷺ)  કહ્યું કે માંગ પુરી થયા પછી ઈમાન નહીં લાવે તો તેમને તાત્કાલિક હલાક કરવામાં આવશે. પછી એ વાતને નબી(ﷺ) એ પંસદ ન કરી.(ઈબ્ને કસીર)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَنُقَلِّبُ اَفۡــئِدَتَهُمۡ وَاَبۡصَارَهُمۡ كَمَا لَمۡ يُؤۡمِنُوۡا بِهٖۤ اَوَّلَ مَرَّةٍ وَّنَذَرُهُمۡ فِىۡ طُغۡيَانِهِمۡ يَعۡمَهُوۡنَ(110)


(110). અને અમે તેમના દિલો અને આંખોને ફેરવી દઈશું જેવી રીતે તેમણે પહેલા આના ઉપર યકીન નહોતું કર્યું, અમે તેમને તેમની સરકશી (ના અંધકાર)માં ભટકતા રહેવા દઈશું.


તફસીર(સમજુતી):-


એટલે કે જ્યારે પહેલી વખત જ ઈમાન ન લાવ્યા તો તેનો વબાલ તેમના ઉપર એવી રીતે પડ્યો કે પછીથી પણ ઈમાન લાવવાની સૂઝ ખતમ થઈ ગઈ. "દિલો અને આંખોને ફેરવી દઈશું" નો મતલબ આવો જ થાય છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92