સુરહ અલ્ અન્-આમ 111,112

 PART:-433


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      (૧). નિશાનીઓ જોયા પછી પણ

       જહાલત હક કબુલ નહીં કરવા દે

        

    (૨). દરેક નબીના દુશ્મનો હોય છે જ

                

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-111,112


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَوۡ اَنَّـنَا نَزَّلۡنَاۤ اِلَيۡهِمُ الۡمَلٰٓئِكَةَ وَكَلَّمَهُمُ الۡمَوۡتٰى وَ حَشَرۡنَا عَلَيۡهِمۡ كُلَّ شَىۡءٍ قُبُلًا مَّا كَانُوۡا لِيُؤۡمِنُوۡۤا اِلَّاۤ اَنۡ يَّشَآءَ اللّٰهُ وَلٰـكِنَّ اَكۡثَرَهُمۡ يَجۡهَلُوۡنَ(111)


(111). અને જો અમે તેમના પાસે ફરિશ્તાઓ ઉતારી દેતા, અને તેમના સાથે મડદાં વાતો કરતા, અને તેમના સામે દરેક વસ્તુ જમા કરી દેતા તો (પણ) અલ્લાહની ઈચ્છા વિના આ લોકો યકીન નહિ કરે, પરંતુ તેમનામાંથી વધારે પડતા લોકો બેવકૂફી કરી રહ્યા છે.


તફસીર(સમજુતી):-


એટલે કે તેઓની વારંવાર માંગ પ્રમાણે ફરિશ્તાઓ ઉતરી આવે અને મડદાં તેમને આવીને કહે મુહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અલ્લાહના રસુલ છે અને સત્ય લઈને આવ્યા છે તેની ગવાહી આપે.


"તેમના સામે દરેક વસ્તુ જમા કરી દેતા" એટલે કે એ તમામ નિશાનીઓ(ચમત્કારો) જેની તેઓ માંગ કરતા હતા તે દરેક તેમની રૂબરૂ થઈ જાય અથવા બીજો મતલબ એ કે દરેક વસ્તુ જમા થાય ગિરોહ પર ગિરોહ અને ગવાહી આપે કે પંયગબરો નો સિલસિલો બરહક છે તો તે તમામ નિશાનીઓને પુરી થયા પછી પણ ઈમાન ન લાવત, પરંતુ અલ્લાહ જેને ચાહે.


આ જ વિષય માં આયત છે કે જેના પર તારા રબની વાત સાબિત થઈ ગઈ છે તે ઈમાન નહીં લાવે અગર ચે તેમની પાસે દરેક નિશાનીઓ આવી જાય અહીં સુધી કે તેઓ દર્દનાક અઝાબ જોઈ લે.(સુરહ યૂનુસ:-૯૬-૯૭) 


જહાલતની વાત જ તેમના અને હક કબુલ કરવાના વચ્ચે છે. અગર જહાલતનો પર્દો હટી જાય તો હક વાત સમજમાં આવે અને અલ્લાહની મરજીથી તેઓ હક કબુલ કરી લત.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذٰلِكَ جَعَلۡنَا لِكُلِّ نَبِىٍّ عَدُوًّا شَيٰطِيۡنَ الۡاِنۡسِ وَالۡجِنِّ يُوۡحِىۡ بَعۡضُهُمۡ اِلٰى بَعۡضٍ زُخۡرُفَ الۡقَوۡلِ غُرُوۡرًا‌ ؕ وَلَوۡ شَآءَ رَبُّكَ مَا فَعَلُوۡهُ‌ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُوۡنَ(112)


(112). અને આ રીતે અમે જિન્નાતો અને મનુષ્યોમાંથી શેતાનોને દરેક નબીના દુશ્મન બનાવ્યા જેઓ પરસ્પર ધોખો આપવા માટે આકર્ષક વાતોનો વસવસો આપતા રહ્યા અને જો તમારો રબ ચાહત તો તેઓ આવું ન કરતા એટલા માટે તમે તેમને અને તેમની સાઝિશોને છોડી દો (તેમની ફિકર ન કરો)


તફસીર(સમજુતી):-


આ એ વાત છે જે જુદી જુદી રીતે રસૂલુલ્લાહ (ﷺ)ના દિલાસા માટે કહેવામાં આવી છે કે આપ(ﷺ) થી પહેલા જેટલા પણ નબી આવ્યા, તેમને પણ જૂઠાડવામાં આવ્યા, તેમને સજાઓ આપવામાં આવી વગેરે, હેતુ એ છે કે જેવી રીતે તેઓએ સબ્ર અને હિંમતથી કામ કર્યું, આપ(ﷺ) પણ આ સત્યના દુશ્મનો માટે સબ્ર અને મજબૂતીનું પ્રદર્શન કરે. આનાથી જાણવા મળ્યું કે શેતાનના પેરોકાર મનુષ્યોના સિવાય જિન્નાતો પણ છે અને તેઓ બંને જૂથોના દુશ્મન, વિદ્રોહી, જાલિમ, દુરાચારી અને અભિમાની છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92