સુરહ અલ્ અન્-આમ 56,57,58

 PART:-411


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    નબીઓ પોતાની મરજીથી અઝાબ

                નથી લાવી શકતા  

                         

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-56,57,58


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ اِنِّىۡ نُهِيۡتُ اَنۡ اَعۡبُدَ الَّذِيۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰهِ‌ؕ قُلْ لَّاۤ اَ تَّبِعُ اَهۡوَآءَكُمۡ‌ۙ قَدۡ ضَلَلۡتُ اِذًا وَّمَاۤ اَنَا مِنَ الۡمُهۡتَدِيۡنَ(56)


(56). તમે કહી દો કે, “મને રોકવામાં આવ્યો છે કે તેમની બંદગી કરું જેમને અલ્લાહના સિવાય તમે પોકારો છો,” તમે કહી દો કે, “હું તમારી મનમાનીનું અનુસરણ નહિં કરું, કેમકે આવી હાલતમાં હું ભટકી જઈશ અને હિદાયત પર નહિં રહું."


તફસીર(સમજુતી):-


એટલે કે હું પણ તમારી જેમ અલ્લાહની ઈબાદતના બદલે, તમારી મરજી અનુસાર અલ્લાહના સિવાય બીજાની ઈબાદત કરવાનું શરૂ કરી દઉં તો જરૂર હું ભટકી જઈશ, અર્થાત્ અલ્લાહના સિવાય બીજાઓની બંદગી કરવું સૌથી મોટો ભટકાવ છે, પરંતુ બદનસીબીથી આ ભટકાવ એટલો જ સામાન્ય છે ત્યાં સુધી કે મુસલમાનોનું એક જૂથ પણ આમાં સામેલ છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ اِنِّىۡ عَلٰى بَيِّنَةٍ مِّنۡ رَّبِّىۡ وَكَذَّبۡتُمۡ بِهٖ‌ؕ مَا عِنۡدِىۡ مَا تَسۡتَعۡجِلُوۡنَ بِهٖؕ اِنِ الۡحُكۡمُ اِلَّا لِلّٰهِ‌ؕ يَقُصُّ الۡحَـقَّ‌ وَهُوَ خَيۡرُ الۡفٰصِلِيۡنَ‏(57)


(57). (તમે) કહી દો કે, “મારા પાસે એક દલીલ છે મારા રબ તરફથી, અને તમે તેને જૂઠાડો છો. જે વસ્તુની તમે ઉતાવળ કરી રહ્યા છો તે મારા પાસે નથી, હુકમ કોઈનો નહિં સિવાય અલ્લાહના, અલ્લાહ (તઆલા) સત્ય હકીકતને બતાવી દે છે અને તે જ સૌથી સારો ફેંસલો કરવાવાળો છે.''


તફસીર(સમજુતી):-


દલીલથી મતલબ એ શરીઅત જે વહી ધ્વારા આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર ઉતારવામાં આવી છે જેમાં તૌહીદને અવ્વલ દરજો છે.


"જે વસ્તુની તમે ઉતાવળ કરો છો" એટલે કે અલ્લાહનો અઝાબ જેને જોવાની તમે માંગ કરો છો તે તો અલ્લાહની મરજીથી જ આવશે તમે જલ્દી કરો છો તો તેની મરજી હશે તો જલ્દી આવશે અને તેની મરજી મોહલત આપવની હશે તો તે તમને મોહલત આપશે


અને અલ્લાહ હક પ્રમાણે ફેંસલો કરવાવાળો છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلْ لَّوۡ اَنَّ عِنۡدِىۡ مَا تَسۡتَعۡجِلُوۡنَ بِهٖ لَقُضِىَ الۡاَمۡرُ بَيۡنِىۡ وَبَيۡنَكُمۡ‌ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِالظّٰلِمِيۡنَ‏(58)


(58). તમે કહી દો કે, “જો મારા પાસે તે વસ્તુ હોત જેની તમે જલ્દી માંગણી કરી રહ્યા છો, તો મારા અને તમારા વચ્ચે (ઝઘડાનો) ફેંસલો થઈ ગયો હોત.” અને અલ્લાહ જાલિમોને સારી રીતે જાણે છે.


તફસીર(સમજુતી):-


એટલે કે અલ્લાહ મારા કહેવાથી ફૌરન અઝાબ મોકલે અથવા અઝાબ લાવવાનું મારા હાથમાં હોત તો પછી તમારી ખ્વાહિશ પ્રમાણે હું જલ્દી ફેંસલો કરી દઉં.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92