સુરહ બકરહ 169,170

PART:-98*
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-169,170

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّمَا يَاۡمُرُكُمۡ بِالسُّوۡٓءِ وَالۡفَحۡشَآءِ وَاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ (169)

169).તે તમને ફક્ત બુરાઈનો અને બેહયાઈનો અને અલ્લાહ (તઆલા) પર એવી વાતોને કહેવાનો આદેશ આપે છે જેનુ તમને ઈલ્મ નથી

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا قِيۡلَ لَهُمُ اتَّبِعُوۡا مَآ اَنۡزَلَ اللّٰهُ قَالُوۡا بَلۡ نَـتَّبِعُ مَآ اَلۡفَيۡنَا عَلَيۡهِ اٰبَآءَنَا ؕ اَوَلَوۡ كَانَ اٰبَآؤُهُمۡ لَا يَعۡقِلُوۡنَ شَيۡئًـا وَّلَا يَهۡتَدُوۡنَ (170)

170).અને તેમનાથી જયારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબ પર અમલ કરો તો જવાબ આપે છે કે અમે તો તે રસ્તાને અનુસરીશુ
જેના પર અમારા બાપ-દાદાઓ હતા, જયારે કે તેમના બાપ-દાદા બેવકૂફ અને ભટકેલા રહ્યા હોય.

તફસીર(સમજુતી):-


આજે પણ બિદઅતીઓને સમજાવવામાં આવે કે આ નવી વાતોની ધર્મમાં કોઈ કિંમત નથી, તો તેઓ આજ જવાબ આપશે કે આ રીતિ-રિવાજ અમારા બાપ-દાદાઓથી ચાલ્યા આવે છે, જ્યારે કે બાપ-દાદાઓ પણ ધર્મના ઈલ્મથી અજાણ અને હિદાયતથી વંચિત હોઈ શકે છે,

એટલા માટે ધાર્મિક દલીલોના સબૂત સામે બાપ-દાદાના
આદેશોને માનવું. ઈમામોનું અનુસરણ (વગર સબૂતે તેમની વાત માનતા જવું) પૂરી રીતે ભટકાવ છે, અલ્લાહ તઆલા મુસલમાનોને આ ભટકાવના દલદલમાંથી બહાર કાઢે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92