સુરહ બકરહ 197,198


PART:-112
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
       
 આયત નં.:-197,198
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلۡحَجُّ اَشۡهُرٌ مَّعۡلُوۡمٰتٌ ‌ۚ فَمَنۡ فَرَضَ فِيۡهِنَّ الۡحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوۡقَۙ وَلَا جِدَالَ فِى الۡحَجِّ ؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ يَّعۡلَمۡهُ اللّٰهُ ‌ؕ وَتَزَوَّدُوۡا فَاِنَّ خَيۡرَ الزَّادِ التَّقۡوٰى ۚ وَاتَّقُوۡنِ يٰٓاُولِى الۡاَلۡبَابِ(197)

197).હજના મહિનાઓ નિર્ધારીત છે એટલા માટે જે તેમાં
હજ અનિવાર્ય કરે તે પોતાની પત્નીથી હમબિસ્તરી કરવા,
ગુનાહ કરવા, અને લડાઈ-ઝઘડા કરવાથી બચતો રહે, તમે જે
ભલાઈના કામો કરશો તેને અલ્લાહ (તઆલા) જાણવાવાળો છે, અને પોતાની સાથે રસ્તાનો ખર્ચ લઈ લો, બધાથી બેહતર રસ્તાનો ખર્ચ તો અલ્લાહનો ડર છે અને અય અકલમંદો! મારાથી ડરતા રહો.

તફસીર(સમજુતી):-

ઉમરાહ વર્ષ માં ગમે તે સમયે કરી શકો પણ હજ તો હજ ના મહીનામાં હજ ના દિવસોમાં જ કરી શકાય એટલે હજ નુ એહરામ હજ સિવાય ના દિવસોમાં બાધવુ જાઈઝ નથી(ઈબ્ને કસીર)
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَيۡسَ عَلَيۡکُمۡ جُنَاحٌ اَنۡ تَبۡتَغُوۡا فَضۡلًا مِّنۡ رَّبِّکُمۡؕ فَاِذَآ اَفَضۡتُمۡ مِّنۡ عَرَفٰتٍ فَاذۡکُرُوا اللّٰهَ عِنۡدَ الۡمَشۡعَرِ الۡحَـرَامِ ۖ وَاذۡکُرُوۡهُ کَمَا هَدٰٮکُمۡ‌ۚ وَاِنۡ کُنۡتُمۡ مِّنۡ قَبۡلِهٖ لَمِنَ الضَّآلِّيۡنَ(198)

198).તમારા પર પોતાના રબનો ફઝલ શોધવામાં કોઈ ગુનોહ નથી. જ્યારે તમે અરફાતથી પાછા ફરો તો મશઅરે હરામ (મુજદલીફા)ની નજીક અલ્લાહનો ઝિક્ર કરો અને તેના ઝિક્રનું વર્ણન એવી રીતે કરો, જેવું કે તેણે તમને નિર્દેશ આપ્યો છે, જો કે આના પહેલા તમે
ગુમરાહોમાં હતા.

તફસીર(સમજુતી):-

ફઝલ નો મતલબ વેપાર અને કામ વેપાર અને કામ છે એટલે કે કે હજનો સફર કરતી વખતે વેપાર કરવામાં કોઈ મનાઈ નથી મનાઈ નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92