સુરહ બકરહ 171,172

           PART:-99
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-171,172

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَثَلُ الَّذِيۡنَ کَفَرُوۡا كَمَثَلِ الَّذِىۡ يَنۡعِقُ بِمَا لَا يَسۡمَعُ اِلَّا دُعَآءً وَّنِدَآءً ؕ صُمٌّۢ بُكۡمٌ عُمۡـىٌ فَهُمۡ لَا يَعۡقِلُوۡنَ (171)

171).અને કાફિરો તે જાનવરો જેવા છે જે પોતાના ચરવાહાની ફક્ત પોકાર અને અવાજ ને જ સાભળે છે (સમજતા નથી) તેઓ બહેરા,મૂગા અને આધળા છે, તેમને અકલ નથી.

તફસીર(સમજુતી):-

આ કાફિરોનું દૅષ્ટાત, જેમણે પોતાના બાપ-દાદાઓના અનુસરણમાં પોતાની અકલ અને ઈલ્મને છોડી દીધું છે.

એ જાનવરો જેવું છે જેમને ચરવાહો બોલાવે છે અને પોકારે છે તો એ જાનવર અવાજ તો સાંભળે છે પરંતુ નથી સમજતા કે કેમ તેમને બોલાવે અને પોકારે છે?

તેવી જ રીતે આ તાબેદારો પણ બહેરા છે કે સત્યની અવાજ નથી
સાંભળતા, મુંગા છે કે સાચી વાત મોઢાથી નથી કાઢતા, આંધળા છે કે સત્ય નથી જોઈ શકતા અને અક્લથી ખાલી છે કે સત્યની દાવત અને એકેશ્વરવાદ (તોહિદ) અને સુન્નતની દાવતને સમજવાને લાયક નથી,

અહીંયા દુઆથી નજીકની અવાજ અને નિદાઅ (પુકાર)થી દૂરની અવાજ મુરાદ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰٓاَ يُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا کُلُوۡا مِنۡ طَيِّبٰتِ مَا رَزَقۡنٰكُمۡ وَاشۡكُرُوۡا لِلّٰهِ اِنۡ کُنۡتُمۡ اِيَّاهُ تَعۡبُدُوۡنَ (172)

172).અય ઈમાનવાળાઓ! જે (પવિત્ર) વસ્તુ અમે તમને આપી છે, તેને ખાઓ-પીઓ અને અલ્લાહ(તઆલા)ના આભારી રહો, જો તમે ફક્ત તેની જ
બંદગી કરતા હોવ.

તફસીર(સમજુતી):-

આ આયતમા ઈમાનવાળાઓને તે બધી ચીઝો ખાવાનો હુકમ છે, જેને અલ્લાહે હલાલ કરી છે અને તેના પર અલ્લાહના આભારી થવાની વાત કહેવામાં આવી છે, તેનાથી એક વાત માલૂમ થઈ કે અલ્લાહની હલાલ કરેલ વસ્તુ જ પવિત્ર અને સ્વચ્છ છે, હરામ કરેલ વસ્તુ પવિત્ર નથી ભલે ને તે મનને ગમે તેટલી પસંદ કેમ ન હોય

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92