સુરહ બકરહ 173,174


              PART:-100
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-173,174

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّمَا حَرَّمَ عَلَيۡکُمُ الۡمَيۡتَةَ وَالدَّمَ وَلَحۡمَ الۡخِنۡزِيۡرِ وَمَآ اُهِلَّ بِهٖ لِغَيۡرِ اللّٰهِ‌ۚ فَمَنِ اضۡطُرَّ غَيۡرَ بَاغٍ وَّلَا عَادٍ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (173)

173).તમારા પર મુરદાર અને લોહી (વહી ગયેલું), સુવ્વર નુ માંસ અને તે દરેક વસ્તુ જેના પર અલ્લાહના નામ  સિવાય બીજાઓના નામ પોકારવામા આવે હરામ છે પરંતુ જેઓ મજબુર થઈ જાય અને તેઓ સીમાનુ ઉલ્લંઘન કરનાર અને જાલિમ ન હોય, તેઓને તેને ખાવામાં કોઈ ગુનોહ નથી, અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلَ اللّٰهُ مِنَ الۡکِتٰبِ وَ يَشۡتَرُوۡنَ بِهٖ ثَمَنًا قَلِيۡلًا ۙ اُولٰٓئِكَ مَا يَاۡكُلُوۡنَ فِىۡ بُطُوۡنِهِمۡ اِلَّا النَّارَ وَلَا يُکَلِّمُهُمُ اللّٰهُ يَوۡمَ الۡقِيٰمَةِ وَلَا يُزَکِّيۡهِمۡ ۖۚ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ (174)

174).બેશક જે લોકો અલ્લાહ (તઆલા) ની ઉતારેલી કિતાબ ને છુપાવે છે, અને તેને થોડી થોડી કિંમતો પર વેચે છે, યકીન કરો તેઓ પોતાના પેટમાં આગ ભરે છે, કયામત ના દિવસે અલ્લાહ તઆલા તેમનાથી વાત પણ નહીં કરે, ન તેમને પવિત્ર કરશે, તેમના માટે સખત અઝાબ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92