સુરહ બકરહ 163,164

☘☘☘☘﷽☘☘☘☘☘

🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔

☘☘☘☘☘☘☘☘☘☘☘

              PART:-95
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-163,164

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِلٰهُكُمۡ اِلٰهٌ وَّاحِدٌ  ۚ لَآ اِلٰهَ اِلَّا هُوَ الرَّحۡمٰنُ الرَّحِيۡمُ (163)

163).અને તમારા સૌનો મઅબૂદ એક અલ્લાહ જ છે ! તેના સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, તે ઘણો કૃપાળુ અને મોટો દયાળુ છે.

તફસીર(સમજુતી):-

આ આયતમા  ફરીવાર તૌહીદ ની દાવત મક્કા ના મુશરિકો ને આપવા આવી છે, જેઓ કહે છે કે "આટલા બધા દેવતાઓ ના બદલામાં એક જ મઅબૂદ"

જેનો જવાબ અલ્લાહ એ આના પછીની આયતમા આપ્યો છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَاخۡتِلَافِ الَّيۡلِ وَالنَّهَارِ وَالۡفُلۡكِ الَّتِىۡ تَجۡرِىۡ فِى الۡبَحۡرِ بِمَا يَنۡفَعُ النَّاسَ وَمَآ اَنۡزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنۡ مَّآءٍ فَاَحۡيَا بِهِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِهَا وَبَثَّ فِيۡهَا مِنۡ کُلِّ دَآ بَّةٍ وَّتَصۡرِيۡفِ الرِّيٰحِ وَالسَّحَابِ الۡمُسَخَّرِ بَيۡنَ السَّمَآءِ وَالۡاَرۡضِ لَاٰيٰتٍ لِّقَوۡمٍ يَّعۡقِلُوۡنَ (164)

164).બેશક આકાશ અને ધરતીને બનાવવું, રાત દિવસનો ફેરબદલ, વહાણનું લોકોને ફાયદો
પહોંચાડનારી વસ્તુઓને લઈને સમુદ્રમાં ચાલવું,આકાશમાંથી વર્ષા ઉતારી મૃત ધરતીને જીવંત કરી દેવી,તેમાં દરેક પ્રકારના જીવોને ફેલાવી દેવા, હવાની દિશા
બદલવી, અને વાદળ જે આકાશ અને ધરતી વચ્ચે લટકેલ છે. આમાં બુધ્ધિશાળીઓ માટે અલ્લાહની
કુદરતની નિશાની છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92