સુરહ બકરહ 199,200

PART:-113
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-199,200

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

ثُمَّ اَفِيۡضُوۡا مِنۡ حَيۡثُ اَفَاضَ النَّاسُ وَاسۡتَغۡفِرُوا اللّٰهَ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(199)

199).પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી
બધા લોકો પાછા ફરે છે અને અલ્લાહ (તઆલા)થી તૌબા કરતા રહો, બેશક અલ્લાહ તઆલા માફ
કરવાવાળો મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

મક્કા ના કુરેશ અરફાત સુધી ન જતાં પરંતુ મુઝદલફા થી પાછા આવી જતાં એટલા માટે આદેશ આપવામાં આવે છે કે તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે મતલબ કે અરફાત થી

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاِذَا قَضَيۡتُمۡ مَّنَاسِكَکُمۡ فَاذۡکُرُوا اللّٰهَ كَذِكۡرِكُمۡ اٰبَآءَکُمۡ اَوۡ اَشَدَّ ذِکۡرًا ؕ فَمِنَ النَّاسِ مَنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا وَمَا لَهٗ فِى الۡاٰخِرَةِ مِنۡ خَلَاقٍ (200)

200).પછી જ્યારે તમે હજના દરેક કામ પૂરા કરી લો,તો અલ્લાહ (તઆલા)ને યાદ કરો, જેવી રીતે તમે પોતાના બાપ-દાદાઓને યાદ કરતા હતા, પરંતુ તેનાથી વધારે. કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે,"અમારા રબ! અમને આ દુનિયામાં આપી દે," આવા લોકોનો આખિરતમાં કોઈ હિસ્સો નથી.

તફસીર(સમજુતી):-

અરબ લોકો હજ પછી મીના મુકામે મેળો લગાવતા અને પોતપોતાના બાપ-દાદાઓની પ્રશંસા કરતા,

મુસલમાનોને કહેવામાં આવ્યું છે કે જયારે 10 ઝીલહજજા એ કાંકરીઓ મારીને કુરબાની આપીને માથું મુંડાવીને, કાઅબાનો તવાફ કરીને અને સફા મરવા વચ્ચે સઈ કરીને છુટકારો પામો તો તેના પછી ત્રણ દિવસ મીનામાં રોકાવાનું છે અને ત્યાં અલ્લાહને ખૂબજ યાદ કરો જેમ કે અજ્ઞાનતાના સમયમાં તમે પોતાના બાપ-દાદાઓની ચર્ચા કરતા હતા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92