સુરહ બકરહ 193,194

PART:-110
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-193,194

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقٰتِلُوۡهُمۡ حَتّٰى لَا تَكُوۡنَ فِتۡنَةٌ وَّيَكُوۡنَ الدِّيۡنُ لِلّٰهِ‌ؕ فَاِنِ انتَهَوۡا فَلَا عُدۡوَانَ اِلَّا عَلَى الظّٰلِمِيۡنَ (193)

193).અને તેમનાથી લડો , ત્યાં સુધી કે ફિત્નો ન રહે અને અલ્લાહનો ધર્મ ૨હી જાય, જો તેઓ રોકાઈ જાય (તો તમે પણ રોકાઈ જા ઓ) જુલમ તો
ફક્ત જાલિમો ૫૨ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلشَّهۡرُ الۡحَـرَامُ بِالشَّهۡرِ الۡحَـرَامِ وَالۡحُرُمٰتُ قِصَاصٌ‌ؕ فَمَنِ اعۡتَدٰى عَلَيۡكُمۡ فَاعۡتَدُوۡا عَلَيۡهِ بِمِثۡلِ مَا اعۡتَدٰى عَلَيۡكُمۡ ۚ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ مَعَ الۡمُتَّقِيۡنَ (194)

194).હુરમતવાળા મહિનાને બદલે હુરમતવાળા મહીના છે અને હુરમતો અદલા-બદલાની છે, જે તમારા પર જુલમ કરે તમે પણ તેના પર તેના જેવું જ જુલમ કરો
જેવું તમારા પર કર્યું છે અને અલ્લાહ તઆલાથી ડરતા
રહો અને જાણી લો કે અલ્લાહ (તઆલા) પરહેઝગારોના સાથે છે.

તફસીર(સમજુતી):-


6 હિજરીમાં રસૂલુલ્લાહ (ﷺ) ચૌદસો સહાબાઓ સાથે લઈને ઉમરહ કરવા ગયા હતાં, પરંતુ  મક્કા ના મુશરિકોએ મક્કા માં ન જવા દીધા અને તે નક્કી કરવામાં આવ્યું કે આવતા વર્ષે મુસ્લિમો ત્રણ દિવસ માટે ઉમરહ કરવા મક્કા આવી શકશે. આ એ મહિનો હતો જે હુરમતવાળા મહિનામાંથી એક હતો

જ્યારે બીજા વર્ષ માટેનો કરારે એ જ મહિનામાં ઉમરાહ કરવા ગયા, ત્યારે અલ્લાહે આ આયત ઉતારી, મતલબ કે જો મુશરિકો તમને આ વર્ષે પણ આ મહિનાની પવિત્રતા (ગયા વર્ષની જેમ) ઉલ્લંઘન કરીને મક્કાહ જવાથી રોકે તો તમે પણ તેની પવિત્રતાની અવગણના કરીને અને તેમની સામે મુકાબલો કરો. 

એટલે કે, જો તેઓ પવિત્રતાની સંભાળ રાખે છે, તો તમારે તે રાખવું જોઈએ, નહીં તો તમારે પણ નિષેધને અવગણવું જોઈએ અને મુશરિકોને પાઠ ભણાવવો જોઈએ (ઇબ્ને કસીર).







Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92