સુરહ બકરહ 195,196


PART:-111
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
        આયત નં.:-195,196
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘
وَاَنۡفِقُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَلَا تُلۡقُوۡا بِاَيۡدِيۡكُمۡ اِلَى التَّهۡلُكَةِ ۖ  ۛۚ وَاَحۡسِنُوۡا  ۛۚ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُحۡسِنِيۡنَ (195)
195).અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો અને પોતાના હાથે તકલીફમાં ન પડો,ભલાઈ કરો, અલ્લાહ ભલાઈ કરનારાઓને પસંદ કરે છે
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَاَتِمُّوا الۡحَجَّ وَالۡعُمۡرَةَ لِلّٰهِؕ فَاِنۡ اُحۡصِرۡتُمۡ فَمَا اسۡتَيۡسَرَ مِنَ الۡهَدۡىِ‌ۚ وَلَا تَحۡلِقُوۡا رُءُوۡسَكُمۡ حَتّٰى يَبۡلُغَ الۡهَدۡىُ مَحِلَّهٗ ؕ فَمَنۡ كَانَ مِنۡكُمۡ مَّرِيۡضًا اَوۡ بِهٖۤ اَذًى مِّنۡ رَّاۡسِهٖ فَفِدۡيَةٌ مِّنۡ صِيَامٍ اَوۡ صَدَقَةٍ اَوۡ نُسُكٍۚ فَاِذَآ اَمِنۡتُمۡ فَمَنۡ تَمَتَّعَ بِالۡعُمۡرَةِ اِلَى الۡحَجِّ فَمَا اسۡتَيۡسَرَ مِنَ الۡهَدۡىِ‌ۚ فَمَنۡ لَّمۡ يَجِدۡ فَصِيَامُ ثَلٰثَةِ اَيَّامٍ فِى الۡحَجِّ وَسَبۡعَةٍ اِذَا رَجَعۡتُمۡؕ تِلۡكَ عَشَرَةٌ كَامِلَةٌ  ؕ ذٰ لِكَ لِمَنۡ لَّمۡ يَكُنۡ اَهۡلُهٗ حَاضِرِىۡ الۡمَسۡجِدِ الۡحَـرَامِ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ (196)
196).અને હજ તથા ઉમરાહને અલ્લાહ તઆલાના માટે પૂરા કરો, અને જો તમને રોકી દેવામાં આવે, તો જે પણ કુરબાનીનું જાનવર હોય તેની કુરબાની કરી નાખો. અને પોતાના માથા ન મૂંડાવો જ્યાં સુધી કે કુરબાની કુરબાનગાહ સુધી ન પહોંચી જાય. અને તમારામાંથી જે બીમાર હોય અથવા તેના માથામાં કોઈ દર્દ હોય જેના કારણે તે માથું મૂંડાવી લે તો તેના પર ફિદિયો છે કે ઈચ્છે તો રોઝો રાખી લે, અથવા ઈચ્છે તો સદકો આપે અથવા કુરબાની કરે” પરંતુ જેવી શાંતિની
સ્થિતિ થઈ જાય, તો જે ઉમરાહથી લઈ હજ સુધી તમત્તો
(ફાયદો) કરે, બસ તે જે પણ કુરબાની હાજર હોય તેને
કરી નાખે. જેનામાં તાકાત ન હોય તે ત્રણ દિવસ રોઝા હજના દિવસોમાં રાખી લે અને સાત પાછા ફરતા એમ પૂરા દસ થઈ ગયા. આ આદેશ તેમના માટે છે જેઓ મસ્જિદે હરામ (મક્કા) ના રહેવાસી ન હોય (લોકો !) અલ્લાહ થી ડરતા રહો અને જાણી લો અલ્લાહ (તઆલા) સખત સજાઓ આપનાર છે.
તફસીર(સમજુતી):-
એટલે કે હજ અથવા ઉમરાહનો અહેરામ બાંધી લો તો તેને પૂરા કરવા જરૂરી છે. ભલે તે નફલી હજ અથવા ઉમરાહ હોય. (એસત્તફાસીર)
જો રસ્તામાં દુશમન અથવા ભયંકર બિમારીના કારણે રૂકાવટ આવી જાય તો એક જાનવર (હદી) બકરી અથવા ઊંટ જે પણ હોય, ત્યાંજ કુરબાની આપી માથું મૂંડાવી લો અને અહેરામ ખોલી નાખો, જેવી રીતે નબી(સ.અ.વ) અને આપના સહાબાઓએ હુદૈબિયાની જગ્યા પર જાનવરોની કુરબાની આપી હતી, હુદૈબિયાનું સ્થળ હરમની સીમાની બહાર છે. (ફતહુલ કદીર) અને આવતા વર્ષમાં તેને પુરા કરો જેવી રીતે નબી (સ.અ.વ)એ 6 હિજરીવાળા ઉમરાહને 7 હિજરીમાં પુરા કર્યા.
એટલે કે તેને કોઈ એવી બીમારી થઈ જાય જેમાં તેને માથું મૂંડાવુ પડે તો તેનો ફિદિયો જરૂરી છે. હદીસ મુજબ આવા વ્યક્તિને જોઈએ કે તે 6 (છ) ભૂખ્યા લોકોને ભોજન કરાવે, અથવા એક બકરીની કુરબાની આપે અથવા ત્રણ રોઝા રાખે.
હજ ત્રણ રીતે કરી શકાય છે જેના ત્રણ નામ છે. (1) હજ્જે ઈફરાદ - ફક્ત હજના ઈરાદાથી અહેરામ બાંધવું, (2 )હજ્જે કિરાન - હજ અને ઉમરાહ બંનેનો ઈરાદો એક સાથે કરીને અહેરામ બાંધવુ, આ બંને હાલતોમાં હજના (બધા) અરકાન પૂરા કર્યા વિના અહેરામ ખોલવું જાઈઝ (માન્ય)નથી. (૩) હજજે તમત્તો - તેમાં પણ હજ અને ઉમરાહ બંનેનો ઈરાદો હોય છે પરંતુ પહેલા ફક્ત ઉમરાહનો ઈરાદો કરી અહેરામ બાંધવામાં આવે છે પછી ઉમરાહ કરીને અહેરામ ખોલી નાખવામાં આવે છે. અને પછી 8 ઝિલહજજાએ જ હજ્જ માટે મકકાથી બીજી વાર એહરામ બાંધવામાં આવે છે. તમત્તુઅનો મતલબ છે ફાયદો ઉઠાવો, અથવા એહરામ ઉતારીને ઉમરાહ અને હજના વચ્ચે ફાયદો ઉઠાવી લેવામાં આવે છે,
હજ્જે કિરાન અને હજજે તમત્તુઅ બંનેમાં એક જ જાનવરની
કુરબાની આપવાની છે. આ આયતમાં હજજે તમત્તુઅનું બયાન છે. તમત્તુઅ કરવાવાળા  શક્તિ મુજબ 10 ઝિલહજ્જાએ એક જાનવરની કુરબાની આપે, જો કુરબાની આપવાની તાકાત ન હોય તો ત્રણ રોઝા હજના દિવસોમાં અને સાત ઘરે જઈને પૂરા કરે. હજના દિવસો જેમાં રોઝા રાખવાના છે તે ૯ ઝિલહિજજા પહેલા
અથવા તશરીકના દિવસે છે. (ફતહુલ કદીર)
તમત્તુઅ અને તેના કારણે હદી (કુરબાનીનું જાનવર) અથવા રોઝા ફક્ત તે લોકો માટે છે જેઓ મક્કાવાસી ન હોય
અને આ છે શવ્વાલ, ઝીલકદ અને ઝીલહજના દસ દિવસ મતલબ કે ઉમરાહ તો વર્ષના દિવસોમાં પણ થઈ શકે છે પરંતુ હજ્જ તો થોડા નક્કી કરેલા દિવસોમાં જ થાય છે. એટલા માટે તેનું અહેરામ હજના મહિના સિવાય બાંધવું જાઈઝ (માન્ય) નથી. (ઈબ્ને કસીર)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92