સુરહ બકરહ 177,178


              PART:-102
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-177,178

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَيۡسَ الۡبِرَّ اَنۡ تُوَلُّوۡا وُجُوۡهَكُمۡ قِبَلَ الۡمَشۡرِقِ وَ الۡمَغۡرِبِ وَلٰـكِنَّ الۡبِرَّ مَنۡ اٰمَنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَالۡمَلٰٓئِکَةِ وَالۡكِتٰبِ وَالنَّبِيّٖنَ‌ۚ وَاٰتَى الۡمَالَ عَلٰى حُبِّهٖ ذَوِى الۡقُرۡبٰى وَالۡيَتٰمٰى وَالۡمَسٰكِيۡنَ وَابۡنَ السَّبِيۡلِۙ وَالسَّآئِلِيۡنَ وَفِى الرِّقَابِ‌ۚ وَاَقَامَ الصَّلٰوةَ وَاٰتَى الزَّکٰوةَ ‌ ۚ وَالۡمُوۡفُوۡنَ بِعَهۡدِهِمۡ اِذَا عٰهَدُوۡا ۚ وَالصّٰبِرِيۡنَ فِى الۡبَاۡسَآءِ وَالضَّرَّآءِ وَحِيۡنَ الۡبَاۡسِؕ اُولٰٓئِكَ الَّذِيۡنَ صَدَقُوۡا ؕ وَاُولٰٓئِكَ هُمُ الۡمُتَّقُوۡنَ (177)

177).બધી નેકી પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી. પરંતુ હકીકતમાં સારો માણસ તે છે જે અલ્લાહ(તઆલા) પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર,
અલ્લાહની કિતાબો પર અને નબીઓ પર ઈમાન રાખવાવાળો છે, જે માલથી મોહબ્બત હોવા છતાં રિશ્તેદારો, અનાથો, ગરીબો, મુસાફરો અને ભિખારીઓને આપે, કેદીઓને છોડાવે, નમાઝની
પાબંદી કરે, ઝકાત આપે, જ્યારે વચન આપે તો તેને પુરુ કરે, માલની કમી, દુ:ખ દર્દ અને લડાઈના સમયે સબ્ર કરે, આ જ સાચા લોકો છે અને આ જ પરહેઝગાર (ગુનાહોથી બચનાર) છે.

તફસીર(સમજુતી):-

યહૂદી અને નસરાની પોત-પોતાના કિબ્લાઓ ને મહત્વ આપી ને મુસલમાનો ને તાના મારતાં ત્યારે આ આયત નાઝિલ થઈ જેમાં અલ્લાહ નેકી અને પરહેઝગારો ની ઓળખ બતાવે છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰٓاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُتِبَ عَلَيۡكُمُ الۡقِصَاصُ فِى الۡقَتۡلٰى  ؕ الۡحُرُّ بِالۡحُـرِّ وَالۡعَبۡدُ بِالۡعَبۡدِ وَالۡاُنۡثَىٰ بِالۡاُنۡثٰىؕ فَمَنۡ عُفِىَ لَهٗ مِنۡ اَخِيۡهِ شَىۡءٌ فَاتِّبَاعٌۢ بِالۡمَعۡرُوۡفِ وَاَدَآءٌ اِلَيۡهِ بِاِحۡسَانٍؕ ذٰلِكَ تَخۡفِيۡفٌ مِّنۡ رَّبِّكُمۡ وَرَحۡمَةٌ  ؕ فَمَنِ اعۡتَدٰى بَعۡدَ ذٰلِكَ فَلَهٗ عَذَابٌ اَلِيۡمٌۚ (178)

178).હે ઈમાનવાળાઓ! તમારા પર કતલ કરવામાં આવેલ માણસનો બદલો લેવાનું ફર્ઝ (અનિવાર્ય) કરવામાં આવેલ છે. આઝાદના બદલામાં આઝાદ,
ગુલામના બદલામાં ગુલામ, સ્ત્રીના બદલામાં સ્ત્રી, હાં,અગર જે કોઈને તેના ભાઈ તરફથી માફ કરી દેવામાં
આવે, તેણે ભલાઈનું સન્માન કરવું જોઈએ અને આસાની સાથે દીયત (માલ જે કતલના બદલામાં
લેવામા આવે) આપવી જોઈએ. તમારા રબ તરફથી આ છૂટ છે અને મહેરબાની છે આના પછી પણ જો કોઈ હદ વટાવશે, તેણે ઘણા અઝાબનો સામનો કરવો પડશે.

તફસીર(સમજુતી):-

માફીની બે હાલતો છે. એક તો બદલામાં કોઈ માલ લીધા વગર એટલે કે દિયત લીધા વિના જ ફક્ત અલ્લાહની ખુશીના હકદાર બનવા માટે માફ કરવું, બીજી હાલત કતલને બદલે દિયત કબૂલ કરી લેવી. જો આ બીજી હાલત અપનાવવામાં આવે તો કહેવામાં આવ્યું છે કે દિયત લેવાવાળો ભલાઈનું પાલન કરે.

 કાતિલથી કહેવામાં આવે છે કે કોઈ તકલીફ આપ્યા સિવાય સારી રીતે દિયત અદા કરે, કતલ થયેલ માણસની નજદીકના રિશ્તેદારોએ તેના પર મહેરબાની કરી છે તેના બદલામાં આભારની સાથે આપે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92