સુરહ બકરહ 187

PART:-107
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-187

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اُحِلَّ لَـکُمۡ لَيۡلَةَ الصِّيَامِ الرَّفَثُ اِلٰى نِسَآئِكُمۡ‌ؕ هُنَّ لِبَاسٌ لَّـكُمۡ وَاَنۡـتُمۡ لِبَاسٌ لَّهُنَّ ؕ عَلِمَ اللّٰهُ اَنَّکُمۡ كُنۡتُمۡ تَخۡتَانُوۡنَ اَنۡفُسَکُمۡ فَتَابَ عَلَيۡكُمۡ وَعَفَا عَنۡكُمۡۚ فَالۡــئٰنَ بَاشِرُوۡهُنَّ وَابۡتَغُوۡا مَا کَتَبَ اللّٰهُ لَـكُمۡ وَكُلُوۡا وَاشۡرَبُوۡا حَتّٰى يَتَبَيَّنَ لَـكُمُ الۡخَـيۡطُ الۡاَبۡيَضُ مِنَ الۡخَـيۡطِ الۡاَسۡوَدِ مِنَ الۡفَجۡرِ‌ؕ ثُمَّ اَتِمُّوا الصِّيَامَ اِلَى الَّيۡلِ‌ۚ وَلَا تُبَاشِرُوۡهُنَّ وَاَنۡـتُمۡ عٰكِفُوۡنَ فِى الۡمَسٰجِدِؕ تِلۡكَ حُدُوۡدُ اللّٰهِ فَلَا تَقۡرَبُوۡهَا ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ اٰيٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَّقُوۡنَ (187)

187).રોઝાની રાત્રિઓમાં પોતાની પત્નીઓથી મળવાની તમને છૂટ છે, તે તમારો પોશાક છે અને તમે તેમના પોશાક છો, તમારી છુપાયેલી ખયાનતનું અલ્લાહને ઈલ્મ છે. તેણે તમારી તૌબા કબૂલ કરી તમને માફ કરી દીધા. હવે તમને તેમનાથી સહશયન (હમબિસ્તરી)કરવા અને અલ્લાહ (તઆલા)ની લખેલી વસ્તુને
શોધવાનો હુકમ છે. તમે ખાતા-પીતા રહો, ત્યાં સુધી કે ફજ્ર(પરોઢ)ની સફેદીનો દોરો અંધારાના કાળા દોરાથી
સ્પષ્ટ થઈ જાય, પછી રાત્રિ સુધી રોઝાને પૂરો કરો અને પત્નીઓથી તે સમયે હમબિસ્તરી ન કરો જ્યારે તમે મસ્જિદોમાં એ'અતેકાફ (એક ચોક્કસ સમયના માટે અલ્લાહની બંદગીના મકસદથી પોતે પોતાને મસ્જિદ સુધી સિમિત કરી દેવું)માં હોવ, આ અલ્લાહ (તઆલા)ની હદો છે તમે એની નજીક પણ ન જાઓ,આ રીતે અલ્લાહ પોતાની નિશાનીઓ લોકો પર સ્પષ્ટ કરે છે જેથી તેઓ બચે.

તફસીર(સમજુતી):-

ઈસ્લામની શરૂઆતમાં એક હુકમ એ હતો કે રોઝો ખોલ્યા પછી ઈશાની નમાઝ અથવા સુઈ જવા સુધી ખાવા-પીવા અને હમબિસ્તરી કરવાનો હુકમ હતો, સુઈ ગયા પછી આમાંનુ કોઈ કામ કરી શકાતું ન હતું. સ્પષ્ટ છે કે આ મનાઈ કઠિન હતી અને તેના હિસાબથી કામ કરવું કઠિન હતું, અલ્લાહે આ આયતમાં બંને પાબંદી રદ કરી દીધી.














Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92