સુરહ બકરહ 185,186

PART:-106
        (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-185,186

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

شَهۡرُ رَمَضَانَ الَّذِىۡٓ اُنۡزِلَ فِيۡهِ الۡقُرۡاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الۡهُدٰى وَالۡفُرۡقَانِۚ فَمَنۡ شَهِدَ مِنۡكُمُ الشَّهۡرَ فَلۡيَـصُمۡهُ ؕ وَمَنۡ کَانَ مَرِيۡضًا اَوۡ عَلٰى سَفَرٍ فَعِدَّةٌ مِّنۡ اَيَّامٍ اُخَرَؕ يُرِيۡدُ اللّٰهُ بِکُمُ الۡيُسۡرَ وَلَا يُرِيۡدُ بِکُمُ الۡعُسۡرَ وَلِتُکۡمِلُوا الۡعِدَّةَ وَلِتُکَبِّرُوا اللّٰهَ عَلٰى مَا هَدٰٮكُمۡ وَلَعَلَّکُمۡ تَشۡكُرُوۡنَ (185)

185).રમઝાનનો મહિનો તે છે જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું. જે લોકો માટે હિદાયત છે, અને જે હિદાયત અને સત્ય તથા અસત્ય વચ્ચે ફેંસલો કરનાર છે, તો તમારામાંથી જે કોઈ આ મહિનો પામે તેણે રોઝા રાખવા જોઈએ, હા જે બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તેણે
બીજા દિવસોમાં ગણતરી પૂરી કરવી જોઈએ ,અલ્લાહ (તઆલા)ની મરજી તમારા સાથે
આસાનીની છે સખ્તીની નહિં, તે ઈચ્છે છે કે તમે ગણતરી પૂરી કરી લો અને અલ્લાહની આપેલી
હિદાયત અનુસાર તેની મહાનતાનું વર્ણન કરો અને તેના આભારી રહો.

તફસીર(સમજુતી):-

રમઝાનમાં કુરઆન ઉતરવાનો મતલબ એ નથી કે આખુ કુરઆન કોઈ એક રમઝાનમાં ઉતર્યું, પરંતુ તે છે કે રમઝાનની શબે કદ્ર (એહતેરામવાળી રાત)માં લૌહ મહેફૂઝ (અલ્લાહની તે કિતાબ જેમાં શરૂથી અંત સુધી બધું જ
લખેલ છે.) થી દુનિયાના આસમાન પર ઉતારી દેવામાં આવ્યું અને ત્યાં બૈતુલ ઈઝ્ઝત (ઈઝ્ઝતવાળુ ઘર) માં રાખી દેવામાં આવ્યું, ત્યાંથી સંજોગોના આધારે લગભગ 23 વર્ષમાં ઉતરતુ રહ્યું. (ઈબ્ને કસીર)

એટલા માટે એ કહેવું કે કુરઆન રમઝાનમાં અથવા લૈલતુલ કદ્ર અથવા લૈલતુલ મુબારકામાં ઉતર્યું એ બધુ સાચુ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا سَاَلَـكَ عِبَادِىۡ عَنِّىۡ فَاِنِّىۡ قَرِيۡبٌؕ اُجِيۡبُ دَعۡوَةَ الدَّاعِ اِذَا دَعَانِ فَلۡيَسۡتَجِيۡبُوۡا لِىۡ وَلۡيُؤۡمِنُوۡا بِىۡ لَعَلَّهُمۡ يَرۡشُدُوۡنَ (186)

186).અને જયારે મારા બંદાઓ મારા વિષે સવાલ કરે તો કહી દો કે હું ખૂબજ નજીક છું, દરેક
પોકારનારની પોકારને જયારે પણ મને પોકારે હું કબૂલ કરૂ છું, એટલા માટે લોકોને પણ જોઈએ કે
તેઓ મારી વાત માને અને મારા પર ઈમાન રાખે આ જ તેમની ભલાઈનું કારણ છે.

તફસીર(સમજુતી):-

અહીં રમઝાન મહીના ની સાથે દુઆ નુ પણ ઝિક્ર કર્યું એટલા માટે રમઝાન માં દુઆ કરવાનું મહત્તવ વધારે છે,ખાસ કરીને ઈફતારી ના સમયે દુઆ ની કબુલયિત હોય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92