સુરહ બકરહ 159,160

PART:-93*

         *(Quran-Section)*


      *(2)સુરહ બકરહ*

         *આયત નં.:-159,160*


☘☘☘☘☘☘☘☘☘☘☘


*اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ*


*અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)*

☘☘☘☘☘☘☘☘☘☘☘


اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلۡنَا مِنَ الۡبَيِّنٰتِ وَالۡهُدٰى مِنۡۢ بَعۡدِ مَا بَيَّنّٰهُ لِلنَّاسِ فِى الۡكِتٰبِۙ اُولٰٓئِكَ يَلۡعَنُهُمُ اللّٰهُ وَ يَلۡعَنُهُمُ اللّٰعِنُوۡنَۙ (159


159).જે લોકો અમારી ઉતારેલી નિશાનીઓ અને આદેશો (હિદાયત)ને છુપાવે છે તે સિવાય કે અમે તેને પોતાની કિતાબ (કુરઆન પાક)માં લોકો માટે સ્પષ્ટ કરી

ચુક્યા છીએ. તે લોકો પર અલ્લાહની અને બધા

ધિક્કારનારાઓની ધિક્કાર (લાનત) છે.


તફસીર(સમજુતી):-


અલ્લાહ તઆલાએ જે વાતો પોતાની કિતાબમાં ઉતારી છે તેને છુપાવવું એટલો મોટો ગુનોહ (પાપ) છે કે અલ્લાહની ફિટકાર સિવાય બીજા ફિટકાર કરનારાઓ દ્વારા પણ ફિટકાર કરવામાં આવે છે. હદીસમાં છે કે,

 “જેનાથી કોઈ વાત પૂછવામાં આવી જેનું ઈલ્મ તેને હતું છતાં

તેણે તેને છુપાવી તો ક્યામતના દિવસે તેના મોઢામાં આગની લગામ આપવામાં આવશે.” (અબુદાઉદ)


☘☘☘☘☘☘☘☘☘☘☘

اِلَّا الَّذِيۡنَ تَابُوۡا وَاَصۡلَحُوۡا وَبَيَّـنُوۡا فَاُولٰٓئِكَ اَ تُوۡبُ عَلَيۡهِمۡۚ وَاَنَا التَّوَّابُ الرَّحِيۡمُ (160)


160).પરંતુ તે લોકો જેઓ તૌબા કરી લે અને સુધાર કરી લે અને જાહેર કરે તો હું તેમની તૌબા કબૂલ કરી લઉં છું અને હું તૌબા કબૂલ કરવાવાળો અને દયાળુ છું.


☘☘☘☘☘☘☘☘☘☘☘


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92