સુરહ બકરહ 183,184

PART:-105
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-183,184

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰٓـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُتِبَ عَلَيۡکُمُ الصِّيَامُ کَمَا كُتِبَ عَلَى الَّذِيۡنَ مِنۡ قَبۡلِکُمۡ لَعَلَّكُمۡ تَتَّقُوۡنَۙ (183)

183).અય ઈમાનવાળાઓ! તમારા પર રોઝા (ઉપવાસ
જે રમઝાન માસમાં રાખવામાં આવે છે) ફર્ઝ કરવામાં આવ્યા, જેવી રીતે તમારાથી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા, જેથી તમે તકવા (અલ્લાહનો
ડર)નો રસ્તો અપનાવો.'

તફસીર(સમજુતી):-

અહીં શબ્દ (صیامُ ، صومُ)રોઝાનો અર્થ છે સવારે સૂરજ નિકળતા પહેલા રાત્રિના અંધારાની પછી જે સફેદ રોશની વાતાવરણમાં હોય છે, તેના સમયથી લઈ સૂરજના ડૂબવા સુધી ખાવા-પીવાથી, પત્નીથી સહશયન (હમબિસ્તરી)
કરવાથી અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે રોકાઈ રહેવું. આ બંદગી નફસની પવિત્રતા અને સ્વચ્છતા માટે ઘણી જરૂરી છે. એટલા માટે તમારાથી પહેલાની ઉમ્મતો પર પણ ફર્ઝ કરવામાં આવ્યા હતા.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَيَّامًا مَّعۡدُوۡدٰتٍؕ فَمَنۡ كَانَ مِنۡكُمۡ مَّرِيۡضًا اَوۡ عَلٰى سَفَرٍ فَعِدَّةٌ مِّنۡ اَيَّامٍ اُخَرَ‌ؕ وَعَلَى الَّذِيۡنَ يُطِيۡقُوۡنَهٗ فِدۡيَةٌ طَعَامُ مِسۡكِيۡنٍؕ فَمَنۡ تَطَوَّعَ خَيۡرًا فَهُوَ خَيۡرٌ لَّهٗ ؕ وَاَنۡ تَصُوۡمُوۡا خَيۡرٌ لَّـکُمۡ اِنۡ كُنۡتُمۡ تَعۡلَمُوۡنَ (184)

184).ગણતરીના કેટલાક જ દિવસો છે, પરંતુ જો તમારામાંથી જે માણસ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તે બીજા દિવસોમાં ગણતરી પૂરી કરી લે અને જે તેની તાકાત રાખતો હોય તો ફિદિયામાં એક ગરીબને
ખાવાનું આપે, પછી જે માણસ ભલાઈમાં વધી જાય તે તેના માટે બેહતર છે, પરંતુ તમારા હકમાં બેહતર અમલ રોઝા રાખવા જ છે જો તમે જાણતા હોત,







Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92