સુરહ બકરહ 213,214

     PART:-119
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-213,214
                     

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

كَانَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً  فَبَعَثَ اللّٰهُ النَّبِيّٖنَ مُبَشِّرِيۡنَ وَمُنۡذِرِيۡنَ ۖ وَاَنۡزَلَ مَعَهُمُ الۡكِتٰبَ بِالۡحَـقِّ لِيَحۡكُمَ بَيۡنَ النَّاسِ فِيۡمَا اخۡتَلَفُوۡا فِيۡهِ ‌ؕ وَمَا اخۡتَلَفَ فِيۡهِ اِلَّا الَّذِيۡنَ اُوۡتُوۡهُ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ الۡبَيِّنٰتُ بَغۡيًا ۢ بَيۡنَهُمۡ‌ۚ فَهَدَى اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا لِمَا اخۡتَلَفُوۡا فِيۡهِ مِنَ الۡحَـقِّ بِاِذۡنِهٖ‌ ؕ وَاللّٰهُ يَهۡدِىۡ مَنۡ يَّشَآءُ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(213)

213).હકીકતમાં લોકો એક જ ઉમ્મત હતા, પછી અલ્લાહ (તઆલા)એ નબીઓને ખુશખબર આપવા અને ચેતવણી આપવા માટે મોકલ્યા અને તેમની સાથે
કિતાબ ઉતારી, જેથી લોકોના દરેક મતભેદોનો ફેંસલો થઈ જાય. અને ફક્ત તે લોકોને જે આપવામાં આવેલ હતું પોતાની પાસે દલીલ આવી જવા છતાં પરસ્પર ઈર્ષા
અને ઘમંડના કારણે તેમાં મતભેદો કર્યા, એટલા માટે અલ્લાહ (તઆલા)એ ઈમાનવાળાઓના આ મતભેદમાં પણ સત્ય તરફ પોતાની ખુશીથી હિદાયત આપી અને અલ્લાહ જેને ઈચ્છે તેને સીધા રસ્તા તરફ દોરી જાય છે.

તફસીર(સમજુતી):-

હઝરત આદમ અ.સ. થી લઈને હઝરત નૂહ અ.સ. સુધી દસ સદીઓ તક લોકો તૌહીદ પર કાયમ રહ્યાં પછી શયતાન ના વસવસા થી ઈખ્તેલાફ થયા અને શિર્ક કરવા લાગ્યાં ત્યારે અલ્લાહ એ નબીઓ ની સાથે કિતાબો ઉતારીને લોકોની રહનુમાઈ કરી જેથી દરેક મતભેદો નો ફેસલો થઈ જાય અને આનાથી એ લોકો જ મતભેદોમાં રહ્યાં જેમનામાં ઘમંડ હતું પરંતુ ઈમાનવાળાઓને તો ખુશખબર મળી ગઈ

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَمۡ حَسِبۡتُمۡ اَنۡ تَدۡخُلُوا الۡجَـنَّةَ وَ لَمَّا يَاۡتِكُمۡ مَّثَلُ الَّذِيۡنَ خَلَوۡا مِنۡ قَبۡلِكُمۡؕ مَسَّتۡهُمُ الۡبَاۡسَآءُ وَالضَّرَّآءُ وَزُلۡزِلُوۡا حَتّٰى يَقُوۡلَ الرَّسُوۡلُ وَالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَهٗ مَتٰى نَصۡرُ اللّٰهِؕ اَلَاۤ اِنَّ نَصۡرَ اللّٰهِ قَرِيۡبٌ(214)

214).શું તમે એવો વિચાર કરીને બેઠા છો કે જન્નતમાં ચાલ્યા જશો? જો કે હજી સુધી તમારા પર તે હાલત નથી આવી જે તમારાથી પહેલાનાઓ પર આવી, તેમને ગરીબી અને બીમારી પહોંચી, અને તેઓને ત્યાં સુધી
હચમચાવી નાખવામાં આવ્યા કે રસૂલ અને તેમની સાથેના ઈમાનવાળાઓ કહેવા લાગ્યા કે અલ્લાહની મદદ ક્યારે આવશે? સાંભળી રાખો કે અલ્લાહની મદદ
નજીક જ છે.

તફસીર(સમજુતી):-

મદીના તરફ હિજરત (મક્કાથી મદીના ઈસ્લામ ધર્મ કબૂલ કરવાને લીધે જે હિજરત થઈ છે) પછી જ્યારે મુસલમાનોને યહૂદિઓ, મુનાફિકો અને અરબના મૂર્તિપૂજકોના દ્વારા કેટલાય પ્રકારના કષ્ટ અને કઠિનાઈઓ
પહોંચ્યા બાદ કેટલાક મુસલમાનોએ નબી ( ﷺ)થી ફરીયાદ કરી જેના પર મુસલમાનોને અલ્લાહ તઆલાએ આ
આયત ઉતારીને તસલ્લી આપી અને ખુદ નબી (ﷺ)એ ફરમાવ્યું, તમારાથી પહેલાના લોકોને તેમના માથાથી લઈને પગ સુધી આરાથી ચીરી નાખવામાં આવ્યા, અને લોખંડની કાંસકી વડે તેમના માંસને ખુરેચવામાં આવ્યું. પરંતુ આ જુલમ અને તકલીફો પણ તેઓને પોતાના ધર્મથી ન ફેરવી શકી. પછી ફરમાવ્યું, "અલ્લાહની કસમ !
અલ્લાહ તઆલા આ મામલાને પૂરો કરશે” (એટલે કે ઈસ્લામનો વિજય થશે) ત્યાં સુધી કે એક સવાર સન્આથી
(યમનની રાજધાની છે) હજર મૂત સુધી એકલો સફર કરશે અને તેને અલ્લાહ (તઆલા) સિવાય બીજા કોઈનો ડર નહિં હોય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92