સુરહ બકરહ 190,191,192

PART:-109
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-190,191,192

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقَاتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ الَّذِيۡنَ يُقَاتِلُوۡنَكُمۡ وَلَا تَعۡتَدُوۡا ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ (190)

190). અને લડો અલ્લાહના માર્ગમાં માર્ગમાં તેમનાથી જેઓ તમારાથી લડે છે અને જુલમ છે અને જુલમ ન કરો, અલ્લાહ(તઅાલા) જાલિમ ને પસંદ નથી કરતો.

તફસીર(સમજુતી):-

આ આયતમાં પ્રથમવાર તે લોકોથી લડવાનું હુકમ આપવામાં આવ્યો છે,જેઓ હંમેશા મુસલમાનોના કતલ કરવાના ખ્યાલમાં રહેતા હતા તેમ છતા અતિરેકથી રોકવામાં આવ્યા છે જેનો મતલબ તે છે કે કચડો નહીં, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને જેમનું જંગમાં કોઈ યોગદાન ન હોય કતલ ન કરો, વૃક્ષો વગેરેને સળગાવી દેવા, જાનવરોને વગર કારણે મારી નાખવા પણ અતિરેક છે તેનાથી બચવા માં આવે.(ઈબ્ને કસીર)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاقۡتُلُوۡهُمۡ حَيۡثُ ثَقِفۡتُمُوۡهُمۡ وَاَخۡرِجُوۡهُمۡ مِّنۡ حَيۡثُ اَخۡرَجُوۡكُمۡ‌ وَالۡفِتۡنَةُ اَشَدُّ مِنَ الۡقَتۡلِۚ وَلَا تُقٰتِلُوۡهُمۡ عِنۡدَ الۡمَسۡجِدِ الۡحَـرَامِ حَتّٰى يُقٰتِلُوۡكُمۡ فِيۡهِ‌ۚ فَاِنۡ قٰتَلُوۡكُمۡ فَاقۡتُلُوۡهُمۡؕ كَذٰلِكَ جَزَآءُ الۡكٰفِرِيۡنَ‏ (191)

191). અને તેઓને મારો જ્યાં પણ જુઓ અને તેઓને કાઢી મૂકો અને તેઓને કાઢી મૂકો જ્યાંથી તમને કાઢી મૂક્યા હતા (સાંભળો) ફીતનો (લડાઈ-ઝઘડો ફ્સાદ) કતલ થી વધારે ખરાબ છે અને મસ્જિદે હરામની પાસે તેમનાથી લડાઈ ન કરો જ્યાં સુધી કે તેઓ પોતે તમારાથી ન લડે,જો તેઓ તમારાથી લડે તો તમે પણ તેમને મારો, કાફિરોનો આ જ બદલો છે.

તફસીર(સમજુતી):-

ઇસ્લામ ધર્મના શરૂઆતના સમયમાં મક્કા શહે૨માં મુસલમાન કમજોર અને છૂટાછવાયા હતા, એટલા માટે કાફિરોથી લડવાની મનાઈ હતી. જયારે મુસલમાન મક્કા શહે૨થી હિજરત કરીને મદીના આવ્યા તો મુસલમાનોની બધી તાકાત જમા થઈ ગઈ, પછી તેમને જિહાદ કરવાનો હુકમ આપવામાં આવ્યો, શરૂઆતમાં તેઓ ફક્ત તેમનાથી લડતા જેઓ મુસલમાનોથી લડતા, પરંતુ તેના પછી તેને ઓર વધારવામાં આવ્યું અને મુસલમાનોએ જરૂરત મુજબ કાફિરોના વિસ્તારમાં પણ જઈને જિહાદ કર્યો.

હરમની સીમામાં લડવાની મનાઈ છે, પરંતુ જો કાફિર તેનો વિચાર ન કરે અને તમારાથી લડે તો તમને પણ એમનાથી લડવાનો હુકમ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاِنِ انۡـتَهَوۡا فَاِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (192)

192). જો તેઓ રોકાઈ જાય, તો અલ્લાહ તઆલા ઘણો માફ કરનાર મહેરબાન છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92