સુરહ બકરહ 188,189

PART:-108
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-188,189

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تَاۡكُلُوۡٓا اَمۡوَالَـكُمۡ بَيۡنَكُمۡ بِالۡبَاطِلِ وَتُدۡلُوۡا بِهَآ اِلَى الۡحُـکَّامِ لِتَاۡکُلُوۡا فَرِيۡقًا مِّنۡ اَمۡوَالِ النَّاسِ بِالۡاِثۡمِ وَاَنۡـتُمۡ تَعۡلَمُوۡنَ (188)

188).અને એકબીજાનો માલ ખોટા તરીકાથી ન ખાઓ, ન હકદાર માણસોને રિશ્વત પહોંચાડીને કોઈનો કેટલોક માલ જુલમથી હડપ કરી લો,
ભલે ને તમે જાણતા હોવ.”

તફસીર(સમજુતી):-

આ એવા વ્યક્તિના વિષે છે જેની પાસે કોઈનો હક હોય અને માલિકની પાસે કોઈ સબૂત ન હોય, જેનો ફાયદો ઉઠાવી તે વ્યક્તિ અદાલત અથવા હકદાર પાસે પોતાના હકમાં ફેસલો કરાવી લે, આ રીતે બીજાનો હક લઈ લે આ જુલમ અને હરામ છે, અદાલતનો નિર્ણય જુલમ અને હરામને માન્ય કરી શકાતો નથી અલ્લાહ તઆલાની સામે આવો વ્યક્તિ મુજરીમ હશે. (ઈબ્ને કસીર)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَسۡــئَلُوۡنَكَ عَنِ الۡاَهِلَّةِ ‌ؕ قُلۡ هِىَ مَوَاقِيۡتُ لِلنَّاسِ وَالۡحَجِّ ؕ وَلَيۡسَ الۡبِرُّ بِاَنۡ تَاۡتُوا الۡبُيُوۡتَ مِنۡ ظُهُوۡرِهَا وَلٰـكِنَّ الۡبِرَّ مَنِ اتَّقٰى‌ۚ وَاۡتُوا الۡبُيُوۡتَ مِنۡ اَبۡوَابِهَا ۚ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ (189)

189).લોકો તમારાથી નવા ચાંદના વિષે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (ની બંદગી)ના સમય અને હજના મોસમ માટે છે. અને (અહેરામની હાલતમાં) ઘરોના પાછળથી તમારું આવવું કોઈ નેક કામ નથી, પરંતુ નેક કામ તે છે જે અલ્લાહથી ડરતો હોય, ઘરોમાં તેમના દરવાજાથી પ્રવેશ કરો, અને
અલ્લાહથી ડરતા રહો જેથી તમે કામયાબ થઈ જાઓ.

તફસીર(સમજુતી):-

અન્સાર અજ્ઞાનતાના સમયમાં જ્યારે હજ અથવા ઉમરાહનો અહેરામ (હજ અને ઉમરાહ માટે એક ખાસ હાલતમાં જેમાં પુરૂષ એક લુંગી અને એક ઓઢવાની ચાદર જે ધાર્મિક નિયમ અનુસાર લપેટવામાં આવે.) બાંધી લેતા અને પછી તેના બાદ જ્યારે કોઈ વસ્તુની જરૂર પડતી, તો પોતાના ઘરોમાં મુખ્ય દરવાજાથી દાખલ ન થતા પરંતુ પાછળથી દિવાલ ફલાંગીને દાખલ થતા, આને તેઓ નેકી સમજતા હતા, અલ્લાહ તઆલાએ કહ્યું કે આ નેકી નથી (એસરુત્તફાસીર)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92