સુરહ બકરહ 205,206,207,208

PART:-116
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-205,206,
                        207,208

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا تَوَلّٰى سَعٰى فِى الۡاَرۡضِ لِيُفۡسِدَ فِيۡهَا وَيُهۡلِكَ الۡحَـرۡثَ وَالنَّسۡلَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الۡفَسَادَ(205)

205).અને જ્યારે તે પાછો ફરે છે, તો જમીનમાં ફસાદ ફેલાવવા, ખેતી અને નસલની બરબાદીની કોશિશમાં લાગેલ રહે છે અને અલ્લાહ (તઆલા) ફસાદને પસંદ
નથી કરતો.

તફસીર(સમજુતી):-

ઝઈફ રીવાયત ના પ્રમાણે આ આયત એક વ્યક્તિ જેનુ નામ અખનસ બિન શરીક ષફકી જે સાહિત્યકાર હતો આપ (સ.અ.વ) ની ખિદમતમા જુઠી અલ્લાહ ની કસમ ખાઈને પોતાને મુસ્લિમ કહેતો અને ત્યાંથી પાછો ફરે તો ફસાદ ફેલાવવાના કામ કરતો પણ હકીકતમાં બધા જ મુનાફિકો આવા જ હતાં

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا قِيۡلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتۡهُ الۡعِزَّةُ بِالۡاِثۡمِ‌ فَحَسۡبُهٗ جَهَنَّمُ‌ؕ وَلَبِئۡسَ الۡمِهَادُ (206)

206).અને જ્યારે તેને કહેવામાં આવે છે અલ્લાહથી ડર, તો
ઘમંડ તેને ગુનાહ પર ઉભારે છે, આવા માટે ફક્ત જહન્નમ જ
છે અને બેશક તે ઘણી ખરાબ જગ્યા છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمِنَ النَّاسِ مَنۡ يَّشۡرِىۡ نَفۡسَهُ ابۡتِغَآءَ مَرۡضَاتِ اللّٰهِ‌ؕ وَ اللّٰهُ رَءُوۡفٌ ۢ بِالۡعِبَادِ (207)

207).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ અલ્લાહ
(તઆલા)ની પ્રસન્નતા (મરજી) પ્રાપ્ત કરવા માટે પોતાના જીવ સુધ્ધાં વેચી નાખે છે અને અલ્લાહ
(તઆલા) પોતાના બંદાઓ પર માયાળુ છે.

તફસીર(સમજુતી):-

આ આયત કહેવાય છે કે હજરત સુહૈબ રૂમી માટે ઉતરી છે જયારે તે હિજરત કરવા લાગ્યા, તો કાફિરોએ કહ્યું કે
આ માલ તો અહિયાથી કમાયેલ છે, તેને અમે સાથે નહિં લઈ જવા દઈએ, હઝરત સુહૈબ રૂમીએ આ બધો માલ તેમના હવાલે કરી દીધો અને ધર્મ સાથે લઈ નબી (ﷺ )ની ખિદમતમાં હાજર થઈ ગયા, આપે સાંભળીને કહ્યું, "સુહેબે નફાવાળો વેપાર કર્યો” બે વાર આવું કહ્યું. (ફતહુર કદીર)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰٓاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا ادۡخُلُوۡا فِى السِّلۡمِ کَآفَّةً   ۖ  وَلَا تَتَّبِعُوۡا خُطُوٰتِ الشَّيۡطٰنِ‌ؕ اِنَّهٗ لَـکُمۡ عَدُوٌّ مُّبِيۡنٌ(208)

208).અય ઈમાનવાળાઓ! ઈસ્લામમાં પૂરેપૂરા દાખલ
થઈ જાઓ અને શયતાનના પદ ચિન્હોનું અનુસરણ ન કરો, તે તમારો ખુલ્લો દુશ્મન છે.

તફસીર(સમજુતી):-

ઈમાનવાળાઓને કહેવામાં આવી રહ્યું છે કે ઈસ્લામમાં પૂરી રીતે દાખલ થઈ જાઓ, એવી રીતે ન કરો કે જે વાતો તમારા પોતાના ફાયદા અને મરજી મુજબ હોય તેને અપનાવી લો, બાકી છોડી દો. એવી જ રીતે જે વાતો
તમે છોડીને આવ્યા છો તેને ઈસ્લામ ધર્મમાં મિલાવટ કરવાની કોશિશ ન કરો પરંતુ ઈસ્લામ ધર્મના કાનૂનને પુરી રીતે અપનાવો .

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92