સુરહ અન્-નિસા 86,87


PART:-291
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-86,87
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
    સલામ અને તેની ફઝીલત
    
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا حُيِّيۡتُمۡ بِتَحِيَّةٍ فَحَيُّوۡا بِاَحۡسَنَ مِنۡهَاۤ اَوۡ رُدُّوۡهَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىۡءٍ حَسِيۡبًا(86)

86).અને જયારે તમને સલામ કરવામાં આવે તો તેનાથી સારો જવાબ આપો, અથવા તે જ શબ્દોને પાછા ફેરવી દો, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો હિસાબ લેનાર છે.

તફસીર (સમજુતી):-

તેનાથી સારો જવાબ એટલે કે *અસ્સલામુ અલયકુમ* સાથે બીજો અલ્ફાઝ *વર્_રહમતુલ્લાહ* અને ત્રીજો અલ્ફાઝ *વબ_ર્_કઅતુહુ* અને સલામ ના જવાબમાં એક અલ્ફાઝ કહેવાથી દસ નેકી બીજા અલ્ફાઝ પર દસ નેકી અને ત્રીજા અલ્ફાઝ પર‌ દસ નેકી મળે છે આમ ત્રીસ નેકીઓ મળે છે (મુસ્નદ અહમદ જીલ્દ-૪ સફા નં. ૪૩૯,૪૪૦) અને આ અમલ ફક્ત  મુસલમાનો માટે જ ખાસ છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ؕ لَيَجۡمَعَنَّكُمۡ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ لَا رَيۡبَ فِيۡهِ‌ؕ وَمَنۡ اَصۡدَقُ مِنَ اللّٰهِ حَدِيۡثًا(87)

87).અલ્લાહ તે છે જેના સિવાય કોઈ (સાચો) માઅબૂદ નથી, તે તમને બધાને જરૂર કયામતના દિવસે જમા કરશે, જેને (આવવા)માં કોઈ શંકા નથી, અલ્લાહ(તઆલા)થી વધારે સાચી વાત કોની હશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92