સુરહ અલ્ અઅ્-રાફ 59,60,61,62

 PART:-481

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


    નૂહ(અ.સ.) ની તબ્લીગ પોતાની કોમને


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 59,60,61,62 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰى قَوۡمِهٖ فَقَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اِنِّىۡۤ اَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيۡمٍ(59)


(59). અમે નૂહ(અ.સ.)ને તેમની કોમ તરફ મોકલ્યા તો તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, બેશક હું તમારા માટે એક ભયાનક દિવસના અઝાબથી ડરું છું."


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ સૂર: ની શરૂઆત માં આદમ(અ.સ.) નો કિસ્સો બયાન કરવામાં આવ્યો છે પછી બીજા અલગ બયાનાત ફરમાવીને હવે બીજા પંયગબરો ની વાત કરવામાં આવી છે જેમાં સૌથી પહેલાં નૂહ અ.સ ની વાત થાય છે, આદમ અ.સ. પછી જમીનવાળાઓ તરફ સૌથી પહેલાં નૂહ અ.સ. પંયગબર હતા. 


નૂહ બિન લામિક બિન મુતવશ્લહ બિન ખનૂખ એટલે કે ઈદરીસ અ.સ. અને આ જ એ વ્યક્તિ હતા જેમણે સૌથી પહેલાં કલમ થી લખાણ લખ્યું, 


...ઈબ્ને બરદ બિન મહલીલ બિન કિન્નીન બિન યાનિશ બિન શીસ બિન આદમ અ.સ...


નસબના માહિર એવા ઈમામ મુહમ્મદ બિન ઈસહાક વગેરે એ આવી રીતે નસબ-નામુ બયાન કર્યું છે.


ઈમામ સાહેબ ફરમાવે છે નૂહ અ.સ. જેવા બીજા કોઈ નબી નથી જે પોતાની ઉમ્મત તરફથી વધારે સતાવાયા હોય, હા પંયગબરો ને કતલ કરી દેવાયા છે.


આમને નૂહ એટલા માટે કેહવાય છે કે તેઓ પોતાના નફ્સ નું રોવું વધારે રડતા હતા, આદમ અ.સ થી નૂહ અ.સ. સુધી દસ જમાના ઈસ્લામ પર પસાર થયા હતાં


દરઅસલ મુર્તિપૂજા નો રિવાજ ત્યારથી શરૂ થયો કે જ્યારે ઔલિયા એટલે કે અલ્લાહ ના નેક બંદાઓ ગુઝરી ગયા ત્યાર પછી તેમને અને તેમના નેક કામને લોકો યાદ કરીને શિક્ષા હાસિલ કરતાં હતાં પરંતુ શયતાને લોકો ને વસવસા માં નાખીને તેમની મુહબ્બત નો હક અદા કરવા તેમની કબરો પર લોકો ધ્વારા મસ્જીદ બનાવડાવી અને એ મસ્જીદ માં તેમની તસ્વીરો અથવા તેમના જેવી મુર્તિઓ બનાવડાવી જેથી તેમના નેક કામોનો નકશો પોતાના સામે રહે અને તેનાથી બોધગ્રહણ થાય પછી ધીમે ધીમે તેમને એ નેક લોકો ની પૂજા કરવા માટે ઉકસાયા અને પછી ધીરે-ધીરે મુર્તિ પૂજા આમ થઈ ગઈ અને એ મૂર્તિઓના નામ પર રાખવામાં આવ્યા જેમ કે "વુદ્દ, સુવાઅ, યગૂસ, યઉફ, નસૂર વગેરે પ્રમાણે હતા.


જ્યારે મૂર્તિ પૂજાનો રિવાજ આમ થઈ ગયો તો અલ્લાહે પંયગબર નૂહ(અ.સ.) નું આગમન કર્યું અને તેમણે લોકોને એક અલ્લાહ ની ઈબાદત કરવાનું અને તેના સિવાય કોઈ મા'બૂદ નથી તથા કયામત અને તે દિવસના અઝાબથી લોકો ને બાખબર કરવાનું કામ ચાલુ કર્યું. (ઈબ્ને કસીર)


(વધુ વિસ્તૃત માહિતી માટે ઈબ્ને કસીર જુઓ)

=======================


قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِهٖۤ اِنَّا لَـنَرٰٮكَ فِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(60)


(60). તેમની કોમના સરદારોએ કહ્યું, “અમે તમને સ્પષ્ટ ગુમરાહીમાં જોઈ રહ્યા છીએ."


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


શિર્ક માણસની અકલને એવી ખરાબ કરી દે છે કે તે સીધા માર્ગને બૂરો અને બૂરાને સીધો માર્ગ સમજવા લાગે છે. નૂહ (અ.સ.)ની કોમમાં પણ આવો જ ભ્રમ પેદા થયો, રસૂલ નૂહ જે તેમને તૌહીદ તરફ બોલાવતા હતા (અલ્લાહની પનાહ) તો નૂહ તેમને ગુમરાહ જોવાતા હતા.(અહસનુલ બયાન)

=======================


قَالَ يٰقَوۡمِ لَـيۡسَ بِىۡ ضَلٰلَةٌ وَّلٰـكِنِّىۡ رَسُوۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِيۡنَ‏(61)



(61). (નૂહે) કહ્યું, “હે મારી કોમના લોકો! હું ગુમરાહ નથી, પરંતુ દુનિયાના રબનો રસૂલ છું."

=======================


اُبَلِّغُكُمۡ رِسٰلٰتِ رَبِّىۡ وَاَنۡصَحُ لَـكُمۡ وَاَعۡلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ(62)


(62). તમને પોતાના રબનો સંદેશો પહોંચાડું છું અને તમારી ભલાઈ કરી રહ્યો છું અને અલ્લાહ તરફથી તે ઈલ્મ ધરાવું છું જે ઈલ્મ તમે નથી ધરાવતા."

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92