(2).સુરહ બકરહ:- 59,60

PART:-35
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-59,60
●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
فَبَدَّلَ الَّذِیۡنَ ظَلَمُوۡا قَوۡلًا غَیۡرَ الَّذِیۡ قِیۡلَ لَہُمۡ فَاَنۡزَلۡنَا عَلَی الَّذِیۡنَ ظَلَمُوۡا رِجۡزًا مِّنَ السَّمَآءِ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ ﴿٪۵۹﴾
59).પરંતુ જે વાત તેમને કહેવામાં આવી હતી, જાલિમોએ તેને બદલી નાખીને કંઈ બીજી બનાવી દીધી. છેવટે અમે જાલિમો ઉપર આકાશમાંથી યાતના ઉતારી. આ સજા હતી તે અવજ્ઞાકારીઓની, જે તેઓ કરી રહ્યા હતા. (રુકૂઅ-૬)
તફસીર(સમજુતી):-
આની સમજણ હદીસમાં છે જે સહિહ અલ-બુખારી અને મુસ્લિમ વગેરેમાં છે. નબી (સ.અ.વ.) એ કહ્યું કે તેમને સજદો કરીને પ્રવેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
પરંતુ તેઓ તેમના માથાને ઉચા કરીને પ્રવેશ્યા અને અનુશાસન કરવાને બદલે, તેઓ એ હુકમે ઈલાહી ના આદેશ ને બદલે વિદ્રોહ કર્યો અને સરકશી તેમનામાં પૈદા થઈ ગઈ
હકીકત એ છે કે જ્યારે કોઈ કૌમ નુ પતન થવાનું હોય તો તેઓ નો મામલો અહકામે ઈલાહી સાથે આવો થઈ જાય છે
આ આસમાની અઝાબ શું હતો? કેટલાકએ કહ્યું, ક્રોધે ઈલાહી, તીવ્ર હિમ, પ્લેગ છે. તેનો અંતિમ અર્થ હદીસ દ્વારા થાય છે.
નબી(સ.અ.વ.) એ કહ્યું: આ ઉપદ્રવ એ સજા અને શિક્ષાનો એક ભાગ છે જે તમારા પહેલાં કેટલાક લોકોના ઉપર આવ્યો હતો જો આ ઉપદ્રવ તમારી હાજરીમાં કોઈ જગ્યાએ ફેલાય તો ત્યાંથી ન જશો અને જો તમને કોઈ બીજા વિસ્તારની ખબર હોય કે ત્યાં પ્લેગ છે, તો ત્યાં ન જશો.
➖➖➖➖➖➖➖➖➖
وَ اِذِ اسۡتَسۡقٰی مُوۡسٰی لِقَوۡمِہٖ فَقُلۡنَا اضۡرِبۡ بِّعَصَاکَ الۡحَجَرَ ؕ فَانۡفَجَرَتۡ مِنۡہُ اثۡنَتَاعَشۡرَۃَ عَیۡنًا ؕ قَدۡ عَلِمَ کُلُّ اُنَاسٍ مَّشۡرَبَہُمۡ ؕ کُلُوۡا وَ اشۡرَبُوۡا مِنۡ رِّزۡقِ اللّٰہِ وَ لَا تَعۡثَوۡا فِی الۡاَرۡضِ مُفۡسِدِیۡنَ ﴿۶۰﴾
60).યાદ કરો, જ્યારે મૂસાએ પોતાની કોમ માટે પાણીની પ્રાર્થના કરી તો અમે કહ્યું કે ફલાણા ખડક ઉપર તમારી લાઠી મારો. તો તેમાંથી બાર ઝરણાં ફૂટી નીકળ્યાં અને દરેક કબીલાએ જાણી લીધું કે કઈ જગા તેને પાણી લેવા માટેની છે. (તે વખતે આ આદેશ આપી દેવામાં આવ્યો હતો કે) અલ્લાહે આપેલ રોજી ખાઓ-પીઓ અને ધરતી ઉપર બગાડ ફેલાવતા ન ફરો.
તફસીર(સમજુતી):-
આ ધટના કેટલાક ના નજીક તેય તો કેટલાક નજીક સિનાઇના રણ સાથે છે, અને ત્યાં પાણીની માંગ કરવામાં આવી તેથી અલ્લાહ એ મુસા(અ.સ) ને કહ્યું પોતાની લાકડી ને પથ્થર પર મારો અને પથ્થરમાંથી બાર ઝરણા છોડવામાં આવ્યા હતા.આ ઉપરાંત બાર જાતિઓ પણ હતી. દરેક જાતિ એ તેના પોતાના ઝરણાની ઓળખ કરી લીધી. આ પણ એક ચમત્કાર હતો જે અલ્લાહએ મૂસા(અ.સ.) દ્વારા જાહેર કર્યો.
_________________________