સુરહ આલે ઈમરાન 63,64

PART:-182
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-63,64
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاِنۡ تَوَلَّوۡا فَاِنَّ اللّٰهَ عَلِيۡمٌۢ بِالۡمُفۡسِدِيۡنَ(63)

63).પછી પણ જો તેઓ કબૂલ ન કરે તો અલ્લાહ(તઆલા) પણ બગાડ ફેલાવનારાઓને સારી રીતે
જાણનાર છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ تَعَالَوۡا اِلٰى كَلِمَةٍ سَوَآءٍۢ بَيۡنَـنَا وَبَيۡنَكُمۡ اَلَّا نَـعۡبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشۡرِكَ بِهٖ شَيۡــئًا وَّلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا اَرۡبَابًا مِّنۡ دُوۡنِ اللّٰهِ‌ؕ فَاِنۡ تَوَلَّوۡا فَقُوۡلُوا اشۡهَدُوۡا بِاَنَّا مُسۡلِمُوۡنَ(64)

64)તમે કહી દો કે અય કિતાબવાળાઓ! એવી
ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે કે આપણે અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈની બંદગી ન કરીએ, અને ન તેના સાથે કોઈને
ભાગીદાર ઠેરવીએ, ન અલ્લાહ (તઆલા)ને છોડીને પરસ્પર એકબીજાનો રબ બનાવી લઈએ, જો તેઓ મોઢુ ફે૨વી લે તો કહી દો કે ગવાહ રહેજો કે અમે તો
મુસલમાન છીએ.”

તફસીર(સમજુતી):-

સહીહ બુખારીમાં છે કે કુરઆન કરીમના આ હુકમથી આપ (ﷺ ) એ હિરકલ બાદશાહ રોમને પત્ર લખ્યો, તેમાં આ આયતના હવાલાથી ઈસ્લામ ધર્મ કબુલ કરવાનું આમંત્રણ આપ્યું અને તેને કહ્યું કે તું મુસલમાન થઈ જા તો
તને બમણો સવાબ મળશે નહિંતર તારી પૂરી રૈયતનો ગુનાહ તારા માથા પર હશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92