સુરહ અલ્ માઈદહ 109,110

 PART:-387


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       (૧). પંયગબરો ની ગવાહી      

    (૨).ઈસા (અ.સ.)ની ટૂંકમાં કહાની 

             

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 109,110


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يَوۡمَ يَجۡمَعُ اللّٰهُ الرُّسُلَ فَيَقُوۡلُ مَاذَاۤ اُجِبۡتُمۡ‌ ؕ قَالُوۡا لَا عِلۡمَ لَـنَا ؕ اِنَّكَ اَنۡتَ عَلَّامُ الۡغُيُوۡبِ‏(109)


(109). જ્યારે (કયામતના) દિવસે અલ્લાહ (તઆલા) પયગંબરોને જમા કરશે, પછી પૂછશે કે તમને શું જવાબ મળ્યો હતો? તેઓ જવાબ આપશે અમને કશુ ખબર નથી, ફક્ત તું જ ગૈબનો જાણકાર છે.


તફસીર(સમજુતી):-


"તમને શું જવાબ મળ્યો હતો?" એટલે કે પંયગબરો ને પૂછવામાં આવશે કે "તમને તમારી ઉમ્મત તરફથી શું જવાબ મળ્યો" એટલે કે તમારી સાથે તેઓએ કેવો વ્યવહાર કરેલો ત્યારે પંયગબરો કહેશે કે "ગૈબ નો જાણકાર તું છું" એટલે કે તેમના દિલો નો હાલ અથવા અમારી વફાત પછી તેમનું વલણ કે તેમના કારનામાઓ.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اِذۡ قَالَ اللّٰهُ يٰعِيۡسَى ابۡنَ مَرۡيَمَ اذۡكُرۡ نِعۡمَتِىۡ عَلَيۡكَ وَعَلٰى وَالِدَتِكَ‌ ۘ اِذۡ اَيَّدْتُكَ بِرُوۡحِ الۡقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِىۡ الۡمَهۡدِ وَكَهۡلًا ‌ ۚوَاِذۡ عَلَّمۡتُكَ الۡـكِتٰبَ وَالۡحِكۡمَةَ وَالتَّوۡرٰٮةَ وَالۡاِنۡجِيۡلَ‌ ۚ وَاِذۡ تَخۡلُقُ مِنَ الطِّيۡنِ كَهَيْئَةِ الطَّيۡرِ بِاِذۡنِىۡ فَتَـنۡفُخُ فِيۡهَا فَتَكُوۡنُ طَيۡرًۢا بِاِذۡنِىۡ‌ وَ تُبۡرِئُ الۡاَكۡمَهَ وَالۡاَبۡرَصَ بِاِذۡنِىۡ‌ ۚ وَاِذۡ تُخۡرِجُ الۡمَوۡتٰى بِاِذۡنِىۡ‌ ۚ وَاِذۡ كَفَفۡتُ بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ عَنۡكَ اِذۡ جِئۡتَهُمۡ بِالۡبَيِّنٰتِ فَقَالَ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡهُمۡ اِنۡ هٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِيۡنٌ(110)


(110). જ્યારે અલ્લાહ કહેશે કે, “હે મરયમના પુત્ર ઈસા! તમારા અને તમારી માતા ઉપર મારી ને'મતને યાદ કરો જ્યારે મેં પવિત્ર આત્મા (જીબ્રઈલ)ના જરીએ તમારી મદદ કરી,તમે પારણામાં અને આધેડ ઉંમરમાં લોકોથી વાત કરતા રહ્યા. અને જ્યારે અમે કિતાબ અને હિકમત અને તૌરાત અને ઈન્જીલનું ઈલ્મ આપ્યું અને જયારે તમે મારા હુકમથી પક્ષીની પ્રતિમા માટીથી બનાવતા હતા અને તેમાં ફૂંકતા હતા તો મારા હુકમથી પક્ષી બની જતું હતું અને તમે મારા હુકમથી જન્મજાત આંધળા અને કોઢીને તંદુરસ્ત કરી રહ્યા હતા અને મારા હુકમથી મડદાંઓને નીકાળતા હતા અને જ્યારે મેં ઈસરાઈલના પુત્રોને તમારાથી રોક્યા જ્યારે તમે તેમની પાસે સ્પષ્ટ નિશાની લાવ્યા તો તેમનામાંથી કાફિરોએ કહ્યું કે આ ફક્ત ખુલ્લો જાદુ છે.


તફસીર(સમજુતી):-


પવિત્ર આત્મા થી આશય હજરત જીબ્રઈલ છે. (જે આગળ સુરહ બકરહ આયત નં ૮૭ માં આવી ગયું)


"ઈસરાઈલ ના પુત્રને રોક્યા"  એટલ કે આ ઈશારો તે સાઝિશ તરફ છે જે યહુદિઓએ હજરત ઈસાને કતલ કરવા અને ફાંસી પર ચઢાવવા માટે કરી હતી. જેનાથી સલામત રાખીને અલ્લાહ તઆલાએ તેમને આકાશ પર ઉઠાવી લીધાં. 


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92