(2)સુરહ બકરહ 121

         PART:-70

         (Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-121


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


اَلَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡكِتٰبَ يَتۡلُوۡنَهٗ حَقَّ تِلَاوَتِهٖؕ اُولٰٓئِكَ يُؤۡمِنُوۡنَ بِهٖ‌ ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِهٖ فَاُولٰٓئِكَ هُمُ الۡخٰسِرُوۡنَ (121) 


121).જેઓને અમે કિતાબ આપી અને તેઓ તેને પઢવાના હક સાથે પઢે છે તેઓ આ કિતાબ પર પણ

ઈમાન રાખે છે. અને જેઓ આના પર ઈમાન નથી રાખતા તેઓ પોતે પોતાનું નુકશાન કરે છે.


તફસીર(સમજુતી):-


કિતાબવાળાઓ ના ખરાબ લોકોના ખરાબ ચરિત્ર અને સંસ્કારનું જરૂરી વર્ણન કર્યા પછી તેમનામાં જે કોઈ સારા કામ કરવાવાળા અને સાચા હતા, આ આયતમાં તેમના ગુણો અને તેમને ઈમાનવાળા હોવાની ખબર આપવામાં આવી રહી છે. એમાં અબ્દુલ્લાહ બિન સલામ અને તેમના જેવા બીજા માણસો છે જેમને યહૂદીમાંથી ઈસ્લામ ધર્મ કબૂલ કરવાની ખુશનસીબી પ્રાપ્ત થઈ.


તેઓ એ રીતે પઢે છે જે રીતે પઢવાનો હક છે.”ના ઘણા અર્થ બતાવવામાં આવ્યા છે જેમ કે  (1) ધ્યાનપૂર્વક પઢે છે. જન્નતનું વર્ણન આવે છે તો જન્નતની તમન્ના કરે છે તથા જહન્નમનું વર્ણન આવે છે તો તેનાથી બચવાની દુઆ કરે છે.

 (2) તેના હલાલને હલાલ (વૈદ્ય) અને હરામને હરામ (અવૈદ્ય) સમજે છે અને અલ્લાહના કલામને બદલતા નથી જેમ કે બીજા યહુદી કરતા હતા. (3) તેમાં જે કંઈ લખ્યું છે તે લોકોને બતાવે છે. તેની કોઈ વાત છુપાવતા નથી. 

(4) તેની સ્પષ્ટ વાતો પર અમલ કરે છે અને અસ્પષ્ટ વાતો પર ઈમાન રાખે છે જે વાતો સમજમાં નથી આવતી તેને આલિમો પાસે હલ કરાવે છે. (5) તેની એક-એક વાતનું પાલન કરે છે.

(ફતહુલ કદીર)

__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92