સુરહ અલ્ અઅ્-રાફ 73,74

 PART:-485

~~~~~~~~     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

સમુદ કોમ માટે નબી સાલેહ(અ.સ.) આવ્યા

       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•   

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 73,74 ]

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================

وَاِلٰى ثَمُوۡدَ اَخَاهُمۡ صٰلِحًا‌ ۘ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوۡا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ‌ ؕ قَدۡ جَآءَتۡكُمۡ بَيِّنَةٌ مِّنۡ رَّبِّكُمۡ‌ ؕ هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَـكُمۡ اٰيَةً‌ فَذَرُوۡهَا تَاۡكُلۡ فِىۡۤ اَرۡضِ اللّٰهِ‌ وَلَا تَمَسُّوۡهَا بِسُوۡٓءٍ فَيَاۡخُذَكُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(73)

(73). અને સમુદ તરફ તેમના ભાઈ સાલેહને (મોકલ્યા) તેમણે કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો તેના સિવાય તમારો કોઈ મા’બૂદ નથી, તમારા પાસે રબ તરફથી સ્પષ્ટ દલીલ આવી ગઈ, આ અલ્લાહની ઊંટણી તમારા માટે નિશાની છે, તેને અલ્લાહની ધરતીમાં ખાવા માટે છોડી દો, તેને બૂરાઈથી હાથ ન લગાવતા કે તમને દુઃખદાયક અઝાબ પકડી લે.

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••

આ સમૂદ હિજાઝ અને મુલ્કે શામ ની વચ્ચે કુરા નામની વાદી માં રહેતા હતા. સન ૯ હિજરી માં નબી(ﷺ) અને તેમના સહાબાઓ તબૂક તરફ જતા જતાં આ વાદીએ થી પસાર થયા અને આ વાદી જોતા જ નબી(ﷺ) એ પોતાના સહાબાઓને ફરમાવ્યું: મુઅઝ્ઝબ કોમો (એટલે કે અઝાબ પામેલી) કોમોના ઈલાકા તરફથી પસાર થવાનું થાય તો રડતાં રડતાં અલ્લાહના અઝાબથી પનાહ માંગતા જાઓ (સહીહ બુખારી-કિતાબુસ્સલાહ)


તેમની તરફ સાલેહ અ.સ. ને નબી બનાવીને મોકલવામાં આવ્યા, આ આદ કોમ પછીનો વાકિઆ છે. તેમણે પોતાના પયગંબર સાલેહ અ.સ. પાસે માંગ કરી કે પથ્થર ની ચટ્ટાન માથી ઊંટણી કાઢીને બતાવો જો તમે નબી હોય તો, જેને અમે અમારી આંખો સમક્ષ જોઈ લઈએ. હઝરત સાલેહ અ.સ. એ તેમની પાસે વાયદો લીધો કે એના પછી પણ જો ઈમાન નહીં લાવો તો હલાક કરી દેવામાં આવશે.


અલ્લાહે તેમની માંગ પૂરી કરી, અને ઊંટણી વિષે ચેતવણી આપી કે આને બુરાઈથી હાથ લગાવશો તો અલ્લાહ નો અઝાબ આવી જશે પરંતુ તે જાલિમોએ ઊંટણીને કતલ કરી નાખી જેથી તેના ત્રણ દિવસ પછી તેમને એક ચિન્ધાળ (એટલે કે સખત ચીખ) અને ભૂકંપ નો અઝાબ આવ્યો જેનાથી તેઓ પોતાના ઘરોમાં ઓધે ને ઔધે પડ્યા રહ્યા.

=======================

وَاذۡكُرُوۡۤا اِذۡ جَعَلَـكُمۡ خُلَفَآءَ مِنۡۢ بَعۡدِ عَادٍ وَّبَوَّاَكُمۡ فِى الۡاَرۡضِ تَـتَّخِذُوۡنَ مِنۡ سُهُوۡلِهَا قُصُوۡرًا وَّتَـنۡحِتُوۡنَ الۡجِبَالَ بُيُوۡتًا‌ ۚ فَاذۡكُرُوۡۤا اٰ لَۤاءَ اللّٰهِ وَلَا تَعۡثَوۡا فِى الۡاَرۡضِ مُفۡسِدِيۡنَ‏(74)

(74). અને તમે તે હાલતોને યાદ કરો જયારે (અલ્લાહ) તમને આદ (કોમ) પછી ખલીફા બનાવ્યા અને ધરતીમાં તમને રહેવા માટે જગ્યા આપી, તમે તેની નરમ માટીથી ઘરો બનાવો છો,' અને પહાડોને કોતરીને મકાનો બનાવો છો, તો અલ્લાહની ને'મતોને યાદ કરો અને ધરતીમાં ફસાદ ન કરો.

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


એટલે કે જમીનમાંથી નરમ માટી લઈ ઈંટો બનાવો છો અને તે ઈંટો થી મહેલ તૈયાર કરો છો જેમકે આજે પણ ભઠ્ઠીઓ પર માટીમાંથી ઈંટો તૈયાર કરવામાં આવે છે.


"પહાડોને કોતરીને મકાનો" એટલે કે તેમનામા આવી તાકાત હતી અને આવુ મહારતે ફન (ટૅલેન્ટ) હતું.


અને અલ્લાહે આવી નેઅમતો આપી છે તો તેનો શુક્ર અદા કરો અને તેની ઈતાઅત કરો, અને ફસાદ ન ફેલાવો.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92