સુરહ અલ્ અઅ્-રાફ 86,87

 PART:-490

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


   શુઐબ અ.સ. ની નસીહત અને ચેતવણી                  


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 86,87 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَلَا تَقۡعُدُوۡا بِكُلِّ صِرَاطٍ تُوۡعِدُوۡنَ وَتَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ مَنۡ اٰمَنَ بِهٖ وَتَبۡغُوۡنَهَا عِوَجًا‌ ۚ وَاذۡكُرُوۡۤا اِذۡ كُنۡتُمۡ قَلِيۡلًا فَكَثَّرَكُمۡ‌ ۖوَانْظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُفۡسِدِيۡنَ(86)


(86). અને તમે દરેક રસ્તા ઉપર તેમને ધમકી આપવા અને અલ્લાહના માર્ગથી રોકવા માટે ન બેસો જેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા અને ન તેમાં ભૂલો શોધો, અને યાદ કરો જ્યારે તમે થોડા હતા તો અલ્લાહે તમને વધારે કરી દીધા, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ એવા લોકોની વાત છે કે જેઓ ઈમાનવાળાઓને અલ્લાહના રસ્તાથી એટલે કે નેક રાહ પર ચાલવાથી રોકે છે અને ધમકી અને તકલીફો આપે છે. તેમની મશ્કરી કરે છે તેમની પાસેથી અમુક વસ્તુઓ છીનવી લે છે, અને જો કોઈ શુઐબ(અ.સ) ની તરફ જાય ઈમાનવાળો થવા માટે તો તેને દરેક પ્રકારથી રોકવાની કોશિશ કરતાં અને ઈસ્લામી અહકામ વિષે જુદી જુદી રીતે ખરાબીઓની શંકાઓ પૈદા કરતાં જેવી રીતે કે મક્કા ના કુરૈશ આવું કરતાં હતાં.


દરેક દૌર માં આવા લોકો હોય છે આજે પણ કેટલાક નામના મુસલમાનો ઈસ્લામી અહકામને પોતાની અકલ પ્રમાણે ફેરબદલ કરીને લોકો ને ગુમરાહ કરે છે, અને નવી નવી બિદઅતો ઈજાદ કરીને તેના ઉપર લોકોને ઉભારે છે અને અસલ નેકીના કામથી લોકોને દુર કરે છે.

=======================


وَاِنۡ كَانَ طَآئِفَةٌ مِّنۡكُمۡ اٰمَنُوۡا بِالَّذِىۡۤ اُرۡسِلۡتُ بِهٖ وَطَآئِفَةٌ لَّمۡ يُؤۡمِنُوۡا فَاصۡبِرُوۡا حَتّٰى يَحۡكُمَ اللّٰهُ بَيۡنَنَا‌ ۚ وَهُوَ خَيۡرُ الۡحٰكِمِيۡنَ(87)


(87) . અને જો તમારામાંથી કેટલાક લોકોએ તે હુકમ પર યકીન કર્યું જેના સાથે મને મોકલવામાં આવ્યો છે, અને કેટલાકે યકીન ન કર્યું તો થોડી ધીરજ રાખો, ત્યાં સુધી કે અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરી નાખે અને તે સૌથી સારો ફેંસલો કરનાર છે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


અહીં "ધીરજ" એટલે કે કુફ્ર પર સબ્ર કરવાની વાત નથી પરંતુ સખત વઈદ એટલે કે ચેતવણી છે કારણકે અલ્લાહનો ફેંસલો એહલે ઈમાનના હકમાં એ જ હોય છે કે ઈમાનવાળાઓની જીત અને કુફ્ફારોની જબરજસ્ત હાર હોય છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92