સુરહ અલ્ અઅ્-રાફ 75,76,77,78

 PART:-486

~~~~~~~~   

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

      કોમે સમૂદ અને તેમનું ધમંડ

       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 75,76,77,78 ]

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================

قَالَ الۡمَلَاُ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡا مِنۡ قَوۡمِهٖ لِلَّذِيۡنَ اسۡتُضۡعِفُوۡا لِمَنۡ اٰمَنَ مِنۡهُمۡ اَتَعۡلَمُوۡنَ اَنَّ صٰلِحًا مُّرۡسَلٌ مِّنۡ رَّبِّهٖ‌ؕ قَالُـوۡۤا اِنَّا بِمَاۤ اُرۡسِلَ بِهٖ مُؤۡمِنُوۡنَ(75)

(75). તેમની કોમના ઘમંડી સરદારોએ પોતાના કમજોરીથી જેઓ ઈમાન લાવ્યા હતા કહ્યું કે, “શું તમને યકીન છે કે સાલેહ પોતાના રબના મોકલેલા છે ?" તેઓએ કહ્યું, “અમે તેમના ઉપર ઈમાન રાખીએ છીએ જેના સાથે તેમને મોકલવામાં આવ્યા છે.”

=======================

قَالَ الَّذِيۡنَ اسۡتَكۡبَرُوۡۤا اِنَّا بِالَّذِىۡۤ اٰمَنۡتُمۡ بِهٖ كٰفِرُوۡنَ(76)

(76). ઘમંડી સરદારોએ કહ્યું કે, “તમે જેના ઉપર યકીન રાખો છો અમે યકીન નથી રાખતા.”

=======================

فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوۡا عَنۡ اَمۡرِ رَبِّهِمۡ وَ قَالُوۡا يٰصٰلِحُ ائۡتِنَا بِمَا تَعِدُنَاۤ اِنۡ كُنۡتَ مِنَ الۡمُرۡسَلِيۡنَ(77)

(77). એટલા માટે તેમણે તે ઊંટણીને મારી નાખી અને પોતાના રબના હુકમની નાફરમાની કરી અને કહ્યું કે, હે સાલેહ! જો તમે રસૂલ છો તો તમારી ધમકી પૂરી કરો."

=======================

فَاَخَذَتۡهُمُ الرَّجۡفَةُ فَاَصۡبَحُوۡا فِىۡ دَارِهِمۡ جٰثِمِيۡنَ(78)

(78). તો તેમને ધરતીકંપે પકડી લીધા અને તેઓ પોતાના ઘરમાં ઊંધા પડેલા જ રહી ગયા.

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••

અહીં ધરતીકંપ નું ઝિક્ર છે બીજા મુકામ પર ચીખ નું ઝિક્ર છે એટલે કે ઉપરથી ચીખ અને નીચેથી ધરતીકંપ આ બન્ને અઝાબોએ તેમને તહસ-નહસ કરી નાખ્યાં.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92