સુરહ અલ્ અઅ્-રાફ 79,80,81

 PART:-487

~~~~~~~~     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

                   કોમે લૂત

       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•    

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 79,80,81 ]

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================

فَتَوَلّٰى عَنۡهُمۡ وَقَالَ يٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُكُمۡ رِسَالَةَ رَبِّىۡ وَنَصَحۡتُ لَـكُمۡ وَلٰـكِنۡ لَّا تُحِبُّوۡنَ النّٰصِحِيۡنَ(79)

(79). એ સમયે (સાલેહ) તેમનાથી મોઢું ફેરવી ચાલી નીકળ્યા, અને કહ્યું કે, “હે મારી કોમના લોકો! મેં તમને પોતાના રબનો હુકમ પહોંચાડી દીધો અને તમારો હિતેચ્છુ રહ્યો, પરંતુ તમે હિતેચ્છુઓથી મોહબ્બત કરતા નથી.”

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••

આ તેમની કોમનું હલાકત થતાં પહેલાં નું કહેવું છે કે પછી હલાકત થયા પછી કહેવાય છે, જેવી રીતે કે જંગ એ બદ્ર ખતમ થયા પછી રસુલુલ્લાહ (ﷺ) એ મુશરિકોની લાશોને ખિતાબ કરેલો. 

=======================

وَلُوۡطًا اِذۡ قَالَ لِقَوۡمِهٖۤ اَتَاۡتُوۡنَ الۡفَاحِشَةَ مَا سَبَقَكُمۡ بِهَا مِنۡ اَحَدٍ مِّنَ الۡعٰلَمِيۡنَ‏(80)

اِنَّكُمۡ لَـتَاۡتُوۡنَ الرِّجَالَ شَهۡوَةً مِّنۡ دُوۡنِ النِّسَآءِ‌ ؕ بَلۡ اَنۡـتُمۡ قَوۡمٌ مُّسۡرِفُوۡنَ(81)

(80). અને (અમે) લૂતને (મોકલ્યા) જ્યારે કે તેમણે પોતાની કોમને કહ્યું કે, “તમે એવું બૂરું કામ કરો છો જેને તમારા પહેલા સમગ્ર દુનિયામાં કોઈએ નથી કર્યું.

(81). તમે સ્ત્રીઓને છોડીને પુરૂષો સાથે કામવાસના પૂરી કરો છો, બલ્કે તમે તો હદથી વધી ગયા છો."

તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


હઝરત લૂત અ.સ. હઝરત ઈબ્રાહિમ અ.સ. ના ભત્રીજા હતાં. અને હઝરત ઈબ્રાહિમ અ.સ. પર ઈમાન લાવ્યા હતાં, પછી અલ્લાહે તેમને પણ એક ઈલાકા તરફ નબી બનાવીને મોકલ્યા, આ ઈલાકો ઉરદુન અને બૈતુલ મકદિસ ની વચ્ચે હતો જેને સદદૂમ થી ઓળખાય છે, અહીંની જમીન ખુશમિજાજ હતી જેમાં દરેક પ્રકારના કઠોળ અને ફળોની પુષ્કળ પૈદાવર હતી.


હઝરત લૂત અ.સ. ત્યાં સૌથી પહેલાં તૌહીદ ની દાવત આપી, જેવી રીતે કે દરેક નબીઓનુ પહેલું કામ આ જ હતું.


પછી તેમની કોમમાં સૌથી મોટી ખરાબી એ હતી કે તેઓ સ્ત્રીઓને છોડીને પુરૂષો સાથે કામવાસના પુરી કરતાં હતાં, અને આવું ખરાબ કૂત્ય દુનિયા માં સૌથી પહેલાં આ કોમે કર્યું હતું, અને લૂત(અ.સ.) એ તેમને આ ખરાબ ગુનાહ બદલ ભયંકર અઝાબની ચેતવણી આપી, અને આ ખરાબ ગુનાહને છોડવાની તાકીદ કરી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92