સુરહ અલ્ અઅ્-રાફ 70,71,72

 PART:-484

~~~~~~~~   

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

બાપ-દાદાઓનુ આંધળું અનુસરણ દરેક જમાનામાં ભટકાવનું કારણ રહ્યું છે

       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 70,71,72 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


قَالُـوۡۤا اَجِئۡتَنَا لِنَعۡبُدَ اللّٰهَ وَحۡدَهٗ وَنَذَرَ مَا كَانَ يَعۡبُدُ اٰبَآؤُنَا‌ ۚ فَاۡتِنَا بِمَا تَعِدُنَاۤ اِنۡ كُنۡتَ مِنَ الصّٰدِقِيۡنَ(70)


(70). તેમણે કહ્યું કે, "શું તમે અમારા પાસે એટલા માટે આવ્યા છો કે અમે ફક્ત એક અલ્લાહની બંદગી કરીએ અને અમારા બાપ-દાદાઓના મા'બૂદોને છોડી દઈએ?" એટલા માટે જેની ધમકી અમને આપો છો તે લઈ આવો જો તમે સાચા હોવ.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


બાપ-દાદાઓનું અનુસરણ દરેક જમાનામાં ભટકાવનું કારણ રહ્યું છે આદની કોમે પણ આ જ દલીલ રજૂ કરી અને મૂર્તિપૂજા છોડીને તૌહીદનો માર્ગ અપનાવવા તૈયાર ન થયા.


બદનસીબીથી મુસલમાનોમાં પણ બાપદાદાઓના અનુસરણનો રોગ સામાન્ય થઈ ગયો છે.

=======================


قَالَ قَدۡ وَقَعَ عَلَيۡكُمۡ مِّنۡ رَّبِّكُمۡ رِجۡسٌ وَّغَضَبٌ‌ؕ اَتُجَادِلُوۡنَنِىۡ فِىۡۤ اَسۡمَآءٍ سَمَّيۡتُمُوۡهَاۤ اَنۡـتُمۡ وَاٰبَآؤُكُمۡ مَّا نَزَّلَ اللّٰهُ بِهَا مِنۡ سُلۡطٰنٍ‌ؕ فَانْتَظِرُوۡۤا اِنِّىۡ مَعَكُمۡ مِّنَ الۡمُنۡتَظِرِيۡنَ(71)


(71). (હૂદે) કહ્યું કે, “તમારા રબ તરફથી તમારા ઉપર અઝાબ અને પ્રકોપ આવી જ ગયો, શું તમે મારા સાથે કેટલાક એવા નામો વિષે ઝઘડો કરો છો જેને તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે ? જેની કોઈ દલીલ અલ્લાહે નથી ઉતારી, તમે પણ રાહ જુઓ અને હું (પણ) તમારા સાથે રાહ જોઉં છું.''

=======================


فَاَنۡجَيۡنٰهُ وَالَّذِيۡنَ مَعَهٗ بِرَحۡمَةٍ مِّنَّا وَ قَطَعۡنَا دَابِرَ الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا‌ وَمَا كَانُوۡا مُؤۡمِنِيۡنَ(72)


(72). તો અમે તેને અને તેના સાથીઓને પોતાની કૃપાથી બચાવી લીધા અને તે લોકોની જડ કાપી નાખી, જેમણે અમારી આયતોને જૂઠાડી અને તેઓ ઈમાનવાળા ન હતા.”


તફસીર(સમજૂતી):-

•••••••••••••••••••••••


આ કોમ ઉપર હવાનો અઝાબ આવ્યો જે સતત સાત દિવસ આઠ રાત સુધી ચાલતો રહ્યો અને કોમ આદના લોકોની લાશો જેમને પોતાની તાકાત ઉપર ઘણો ઘમંડ હતો તે ખજૂરના ખોખલા વૃક્ષની જેમ જમીન ઉપર પડેલી દેખાઈ રહી હતી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92