સુરહ અલ્ અઅ્-રાફ 18,19,20,21

 PART:-462

~~~~~~~~

        

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

  શેતાનની આદમ(અ.સ.) અને હવ્વા(અ.સ)

            સાથે મક્કારી વ ફરેબ

      ~~~~~~~~~~~~~~~~~      

  

  [ પારા નંબર:- 08]

   [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]

   [ આયત નં.:- 18,19,20,21]

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================

قَالَ اخۡرُجۡ مِنۡهَا مَذۡءُوۡمًا مَّدۡحُوۡرًا ‌ؕ لَمَنۡ تَبِعَكَ مِنۡهُمۡ لَاَمۡلَــٴَــنَّ جَهَنَّمَ مِنۡكُمۡ اَجۡمَعِيۡنَ(18)

(18).  (અલ્લાહે) ફરમાવ્યું, “તું અહીંથી અપમાનિત થઈ નીકળી જા, જેઓ આમાંથી તારૂ અનુસરણ કરશે હું તે બધાથી જહન્નમને જરૂર ભરી દઈશ.”

=======================

وَيٰۤاٰدَمُ اسۡكُنۡ اَنۡتَ وَزَوۡجُكَ الۡجَـنَّةَ فَـكُلَا مِنۡ حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوۡنَا مِنَ الظّٰلِمِيۡنَ(19)

(19). અને અમે કહ્યું કે, “હે આદમ' તમે અને તમારી પત્ની જન્નતમાં રહો, પછી જ્યાંથી ઈચ્છો ખાઓ, અને આ વૃક્ષની નજીક ન જતા નહિતર જાલિમોમાંથી થઈ જશો

તફસીર(સમજૂતી):-

એટલે કે આ વૃક્ષ સિવાય જ્યાંથી ચાહો અને જેટલું ચાહો ખાઓ,  આ વૃક્ષના ફળ ખાવા પર મનાઈનો હુકમ ફક્ત એફ પરીક્ષાના ભાગ રૂપે હતો.

=======================

فَوَسۡوَسَ لَهُمَا الشَّيۡطٰنُ لِيُبۡدِىَ لَهُمَا مَا وٗرِىَ عَنۡهُمَا مِنۡ سَوۡاٰتِهِمَا وَقَالَ مَا نَهٰٮكُمَا رَبُّكُمَا عَنۡ هٰذِهِ الشَّجَرَةِ اِلَّاۤ اَنۡ تَكُوۡنَا مَلَـكَيۡنِ اَوۡ تَكُوۡنَا مِنَ الۡخٰلِدِيۡنَ(20)

(20). પછી શેતાને બંનેમાં વસવસો' પેદા કર્યો જેથી બંને માટે તેમની શર્મગાહોને જાહેર કરી દે, અને કહ્યું કે, “તમારા બંનેના રબે તમને આ વૃક્ષથી એટલા માટે રોક્યા છે કે ક્યાંક તમે બંને ફરિશ્તા ન બની જાઓ અથવા હંમેશા રહેનારા ન બની જાઓ.

તફસીર(સમજૂતી):-

વસવસાનો અર્થ ધીમો અવાજ અથવા તે બૂરી વાત છે જેને શેતાન દિલમાં પેદા કરે છે.

=======================

وَقَاسَمَهُمَاۤ اِنِّىۡ لَـكُمَا لَمِنَ النّٰصِحِيۡنَۙ(21

(21). તેણે તે બંનેના સામે સોગંદ ખાધા કે હું તમારા બંનેનો હિતેચ્છુ છું.

તફસીર(સમજૂતી):-

શેતાને આદમ અને હવ્વા (અ.સ.) બન્ને ને બહેકાયા અને જુઠ્ઠૂ બોલ્યો કે અલ્લાહ તમને કાયમ માટે જન્નતમાં નથી રાખવા એટલા માટે તમને તે ફળ ખાવાની ના પાડી, જેથી તમે ફરિશ્તાઓ બની જાવ અથવા તો કાયમ માટે જન્નતી થઈ જાવ, પછી શેતાને કસમ પણ ખાધી કે હું તમારો શુભચિંતક હિતેચ્છુ છું,  એટલે આદમ અને હવ્વા (અ.સ.) ભરમાઈ ગયા.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92