(2).સુરહ બકરહ 93

 PART:-54
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-93

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اسۡمَعُوۡا ؕ قَالُوۡا سَمِعۡنَا وَ عَصَیۡنَا ٭ وَ اُشۡرِبُوۡا فِیۡ قُلُوۡبِہِمُ الۡعِجۡلَ بِکُفۡرِہِمۡ ؕ قُلۡ بِئۡسَمَا یَاۡمُرُکُمۡ بِہٖۤ اِیۡمَانُکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۳﴾

93).પછી જરા તે કરારને યાદ કરો, જે તૂરને તમારા ઉપર ઉઠાવીને અમે તમારા પાસેથી લીધો હતો. અમે તાકીદ કરી હતી કે જે માર્ગદર્શન અમે આપી રહ્યા છીએ તેનું ચુસ્તપણે પાલન કરો અને ધ્યાનપૂર્વક સાંભળો. તમારા પૂર્વજોએ કહ્યું કે અમે સાંભળી લીધું, પરંતુ માનીશું નહીં અને તેમના કુફ્ર (ઇન્કાર)ની સ્થિતિ એ હતી કે તેમના હૃદયમાં વાછરડું જ વસી ગયું હતું. કહો, ''જો તમે ઈમાનવાળા છો, તો આ વિચિત્ર ઈમાન ખરાબ કૃત્યોનો તમને આદેશ આપે છે.''

તફસીર(સમજુતી):-

અલ્લાહ કહે છે બની ઈસરાઈલ ની ખતાઓ, ગુનાહો અને નાફરમાની  જુઓ તો "જ્યારે તમે તૂર પર્વત તમારા માથા પર જોયો, ત્યારે તમે કબૂલ કરો છો અને જ્યારે તેને દૂર કરવામાં આવે છે, ત્યારે નકારી કાઢો છે."

વાછરડા પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં ઘેરાયેલો હતો. જેમ કે હદીસ કહે છે  કોઈ વસ્તુનો પ્રેમ વ્યક્તિને આધંળો બહેરા બનાવી દે છે

હઝરત મુસા (અ.સ.) એ વાછરડાને બાળી નાખ્યો હતો અને તેની રાખ નદીમાં બાળી દીધી હતી, જે ઇઝરાઇલના લોકોએ પીધી હતી અને તેની અસર તેમના પર સ્પષ્ટ થઈ હતી.

તમે કેવી રીતે ઈમાનનો દાવો કરો છો? જયારે તમે પયગમ્બર મુસા(અ.સ.)ની હાજરીમાં કુફ્ર કર્યો હતો, અને તેમના પછીના  પયગંબરો(સંદેશવાહકો )વિરુદ્ધ બળવો કર્યો હતો અહીં સુધી કે સૌથી અફઝલ પયગમ્બર મુહમ્મદ(સ.અ.વ.) ની નબુવત નો પર અસ્વીકાર કર્યો જે સૌથી મોટું કુફ્ર હતું
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92