(2).સુરહ બકરહ 92

PART:-53
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-92

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ لَقَدۡ جَآءَکُمۡ مُّوۡسٰی بِالۡبَیِّنٰتِ ثُمَّ اتَّخَذۡتُمُ الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِہٖ وَ اَنۡتُمۡ ظٰلِمُوۡنَ ﴿۹۲﴾

92).તમારી પાસે મૂસા કેવી-કેવી સ્પષ્ટ નિશાનીઓ સાથે આવ્યા. છતાં પણ તમે એવા અત્યાચારી હતા કે તેમની પીઠ ફરતાં જ વાછરડાને ઉપાસ્ય બનાવી બેઠાં. અને તમે પોતાના પણ જુલ્મ કર્યો

તફસીર(સમજુતી):-

શું તમને મૂસા(અ.સ.)એ.મોટા મોટા ચમત્કાર ના બતાવ્યા, જેવા કે તોફાન, તીડ્સ, જૂ, દેડકા, લોહી વગેરે મુસા(અ.સ.) ની બદદુઆ દ્વારા મોટા ચમત્કારો તમે જોયા છે, અને લાકડીનુ સાપ બનવું,હાથ ચંદ્ર ની જેમ તેજસ્વી  બન્યો, દરીયાને ફાડી નાખવા. પથ્થર માંથી પાણી વાદળોને છાયો કરવો મન્ન અને સલવા નીચે આવવું, ખડકમાંથી પ્રવાહોને છોડવું વગેરે.

તે બધા જ મહાન ચમત્કારો  જે મુસા(અ.સ.)ની નબુવત(ઈર્શદુત) અને અલ્લાહની એકેશ્વરવાદના સ્પષ્ટ પુરાવાઓ હતા જે તમે પોતાની આંખોથી જોયા

પરંતુ આ બાજુ મુસા(મોસેસ) જેવા તૂર પર્વત પર ગયા અને આ બાજુ તમે વાછરડાને પુજ્ય બનાવી લીધું  હવે બતાવો તૌરાત અને મુસા(અ.સ) પરનો તમારો વિશ્વાસ ક્યાં ગયો?  શું આ દુષ્ટતાઓ તમને અન્યાયી જાલિમ કેહવા પુરતી નથી?
 __________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92