સુરહ અન્-નિસા. 9,10


PART:-254
         (Quran-Section)
     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-9,10 
☘☘☘☘☘☘☘☘☘☘☘                        

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلۡيَخۡشَ الَّذِيۡنَ لَوۡ تَرَكُوۡا مِنۡ خَلۡفِهِمۡ ذُرِّيَّةً ضِعٰفًا خَافُوۡا عَلَيۡهِمۡ  ۖفَلۡيَتَّقُوا اللّٰهَ وَلۡيَقُوۡلُوا قَوۡلًا سَدِيۡدًا‏(9)

9).અને જોઈએ કે તેઓ એ વાતથી ડરે કે જો તેઓ પોતાના પાછળ (નાના-નાના) કમજોર બાળકો છોડી જતા, જેમના ખરાબ થઈ જવાનો ડર રહે છે (તો તેમની મોહબ્બત શું હોત), તો બસ અલ્લાહ (તઆલા)થી ડરીને સીધી વાત કહ્યા કરે.

તફસીર (સમજુતી):-

મૈયતના બાળકોની જવાબદારી જેમના માથે આવી હોય તેવા લોકો અને સાથે-સાથે તમામ લોકોને નસીહત કરવામાં આવે છે કે જેવી રીતે તમે પોતે ઈચ્છો છો કે મારા મુત્યુ પછી "મારા બાળકોની  સારી રીતે દેખભાળ થાય એવી તમારી ચાહત હોય છે" તમે પણ તેવી જ રીતે સારુ વર્તન અનાથો સાથે કરવાનું અને અલ્લાહ થી ડરવાનું.
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ يَاۡكُلُوۡنَ اَمۡوَالَ الۡيَتٰمٰى ظُلۡمًا اِنَّمَا يَاۡكُلُوۡنَ فِىۡ بُطُوۡنِهِمۡ نَارًا‌ ؕ وَسَيَـصۡلَوۡنَ سَعِيۡرًا(10)

જે લોકો નાહક જુલમથી અનાથોનો માલ ખાઈ જાય છે તેઓ પોતાના પેટમાં આગ જ ભરી રહ્યા છે અને તેઓ  જહન્નમમાં જશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92