(2)સુરહ બકરહ 96

PART:-56
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-96

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

وَ لَتَجِدَنَّہُمۡ اَحۡرَصَ النَّاسِ عَلٰی حَیٰوۃٍ ۚۛ وَ مِنَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا ۚۛ یَوَدُّ اَحَدُہُمۡ لَوۡ یُعَمَّرُ اَلۡفَ سَنَۃٍ ۚ وَ مَا ہُوَ بِمُزَحۡزِحِہٖ مِنَ الۡعَذَابِ اَنۡ یُّعَمَّرَ ؕ وَ اللّٰہُ بَصِیۡرٌۢ بِمَا یَعۡمَلُوۡنَ ﴿٪۹۶﴾

(96).તમે જોશો કે આ લોકો જીવવાની સૌથી વધુ લાલસા ધરાવે છે, બલ્કે આ બાબતમાં તેઓ મુશ્રિકો (અનેકેશ્વરવાદીઓ) કરતાં પણ આગળછે. તેમનામાંથી એકેએક વ્યક્તિ એવું ઇચ્છે છે કે કોઈ પણ રીતે હજારવર્ષ જીવે, જો કે લાંબું આયુષ્ય તેમને સજાથી તો દૂર રાખી શકતું નથી. જે કંઈ કૃત્યો તેઓ કરી રહ્યા છે, અલ્લાહ તો તેને જુએ જ છે. (રુકૂઅ-૧૧)

તફસીર(સમજુતી):-

આ આયત બતાવે છે કે યહૂદીઓ હંમેશાં તેમના દાવાઓમાં જૂઠું કહેતા હતા કે તેઓ અલ્લાહ ના પ્યારા અને મેહબુબ બંદાઓ છે અને સ્વર્ગ ના હકદાર છે, અને બીજા જહન્નમી છે જો કદાચ આવુ હોત, અથવા ઓછામાં ઓછું તેમને પોતાના દાવાઓ પર યકીન હોત. તો યકીનન તેઓ મુબાહલા(સ્પર્ધા) કરવા તૈયાર થઈ જાય

પરંતુ તેઓ જાણતા હતા  કે મુસલમાનો હક પર છે અને અમે હક પર નથી અને અલ્લાહ ના નાફરમાનો ની સજા એટલે નર્કમાં રેહવાનુ માટે તેઓ વધારે લાબું જીવન જીવવાની તમન્ના કરતાં હતાં પર લાબું જીવન તેમને અલ્લાહ ના અઝાબથી કદાપી બચાવી નહીં શકે
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92