સુરહ આલે ઈમરાન 35,36

PART:-170
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-35,36
                                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِذۡ قَالَتِ امۡرَاَتُ عِمۡرٰنَ رَبِّ اِنِّىۡ نَذَرۡتُ لَـكَ مَا فِىۡ بَطۡنِىۡ مُحَرَّرًا فَتَقَبَّلۡ مِنِّىۡ ۚ اِنَّكَ اَنۡتَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ‌(35)

35).જ્યારે ઈમરાનની પત્નીએ કહ્યું કે, હે મારા પાલનહાર! મારા ગર્ભમાં જે કંઈ પણ છે તેને તારા
નામથી આઝાદ કરવાની મન્નત માની લીધી તો તું તેને કબૂલ કર, બેશક તું સારી રીતે સાંભળનાર અને જાણનાર છે.

તફસીર(સમજુતી):-

 (તારા નામ પર આઝાદ)નો મતલબ તારી ઈબાદતગાહની ખિદમત માટે ૨જુ કરૂ છું.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَلَمَّا وَضَعَتۡهَا قَالَتۡ رَبِّ اِنِّىۡ وَضَعۡتُهَاۤ اُنۡثٰىؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا وَضَعَتۡؕ وَ لَيۡسَ الذَّكَرُ كَالۡاُنۡثٰى‌‌ۚ وَاِنِّىۡ سَمَّيۡتُهَا مَرۡيَمَ وَاِنِّىۡۤ اُعِيۡذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيۡطٰنِ الرَّجِيۡمِ(36)

36).જ્યારે બાળકીને જન્મ આપ્યો તો કેહવા લાગી, મારા રબ! મને તો પુત્રી થઈ છે, અલ્લાહ (તઆલા)સારી રીતે જાણે છે કે શું જન્મ આપ્યું છે, અને પુત્ર પુત્રીની જેમ નથી, મેં તેનું નામ મરયમ રાખ્યું છે, હું તેને અને તેની સંતાનને ધુત્કારી દીધેલ શયતાનથી તારી
પનાહમાં આપું છું.

તફસીર(સમજુતી):-

અલ્લાહ તઆલાએ આ દુઆ કબુલ કરી, જેવું કે સહીહ હદીસોમાં છે કે જયારે બાળક પેદા થાય છે ત્યારે શયતાન
તને સ્પર્શે છે, જેથી તે ચીખે છે, પરંતુ અલ્લાહ તઆલાએ હજરત મરયમ અને તેના પુત્ર ઈસાને તેનાથી સુરક્ષિત રાખેલ છે.
(مامن مولود يولد الا مسه الشيطان حين يولد فيستهل صارخا من مسه اياه الا مريم وابنها)
(સહીહ બુખારી, કિતાબુલ તફસીર, મુસ્લિમ કિતાબુલ ફઝાઈલ)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92