(2)સુરહ બકરહ 115,116

PART:-67

(Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-115,116


●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


وَلِلّٰهِ الۡمَشۡرِقُ وَالۡمَغۡرِبُ‌  ۚ فَاَيۡنَمَا تُوَلُّوۡا فَثَمَّ وَجۡهُ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِيۡمٌ(115)

 

115). અને પૂર્વ તથા પશ્ચિમનો માલિક અલ્લાહ જ છે, તમે જે તરફ મુખ કરો તે તરફ અલ્લાહનું મુખ છે, અલ્લાહ (તઆલા) સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે


તફસીર(સમજુતી):-


હિજરત પછી જયારે મુસલમાન બૈતુલ મુકદ્દસ તરફ મોઢુ કરીને નમાઝ પઢતા હતા, તો મુસલમાનોને તેનું દુ:ખ હતું, તે મોકા પર આ આયત ઉતરી. કેટલાક કહે છે કે આ આયત તે સમયે ઉતરી જયારે બૈતૂલ મુકદ્દસથી ખાનએ કાઅબા તરફ મોઢું કરવાનો આદેશ થયો. તો યહુદિઓએ જાત-જાતની વાતો ઘડી, કેટલાકની નજીક તેને ઉતરવાનું કારણ સફરમાં સવારી પર નફિલ નમાઝોને પઢવાની પરવાનગી મળી કે સવારીનું મોઢું ગમે તે દિશામાં હોય, નમાઝ પઢી શકો છો. ક્યારેક કેટલાક કારણો ભેગા થઈ જાય અને તે બધાના આદેશ માટે એક જ બાબત ઉતરતી હોય છે. આવી આયતો માટે ઘણા કથન જમા થઈ જતા હોય છે. કોઈ કથનમાં એક ઉતરવાના કારણ વર્ણન હોય છે અને કોઈમાં બીજા., આ આયત પણ એ જ પ્રકારની છે. (અહસનુલ તફાસીર)

__________________________


وَقَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ۙ‌ سُبۡحٰنَهٗ ‌ؕ بَل لَّهٗ مَا فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ كُلٌّ لَّهٗ قَانِتُوۡنَ (116)


116). અને તેઓ કહે છે કે અલ્લાહ (તઆલા)ની સંતાન છે. (નહિ પરંતુ) તે પવિત્ર છે, ધરતી અને આકાશોની તમામ સુષ્ટિ પર તેની હુકૂમત છે અને દરેક તેનો

ફરમાબરદાર (આજ્ઞાંકિત) છે.


તફસીર(સમજુતી):-


આ અને આના જેવી બીજી આયતો ઈસાઈઓ,યહુદીઓ અને મુશરિકોના રદબાતલ કરે છે જેઓ અલ્લાહ ની ઓલાદ બતાવે છે


તેમને કેહવામા આવે છે કે જમીન અને આકાશ ની તમામ વસ્તુઓનો માલિક અલ્લાહ છે તેનું સર્જન કરવાવાળો, તેમને જીવિકા આપવાવાળો, તેમને કાબુમાં રાખવાવાળો, ફકત અલ્લાહ જ છે 


પછી ભલા આ  મખ્લૂકમા કોઈ તેની ઔલાદ કેવી રીતે હોય શકે?

ના તો ઉઝૈેર અલિયહિસ્સલામ ના તો ઈશા અલિયહિસ્સલામ અલ્લાહ ની ઔલાદ બની શકે,  જેવી રીતે કે યહુદીઓ અને ઈસાઈઓનો ખયાલ હતો અને ના ફરિશ્તાઓ અલ્લાહની પુત્રીઓ છે

જેવી રીતે કે અરબના મુશરિકો કેહતા હતાં


અલ્લાહ તઆલા ની ઝાત તમામ પ્રકારના ગુણો અને સિફતો સાથે એકમાત્ર છે તેની સિફતો કે શકિતઓનો કોઈ જ ભાગીદાર નથી

__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92