(2)સુરહ બકરહ 88

PART:-49
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-88

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

وَ قَالُوۡا قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ لَّعَنَہُمُ اللّٰہُ بِکُفۡرِہِمۡ فَقَلِیۡلًا مَّا یُؤۡمِنُوۡنَ ﴿۸۸﴾

88).તેઓ કહે છે કે અમારા હૃદય સુરક્ષિત છે. નહીં, સાચી વાત એ છે કે તેમના કુફ્ર (ઇન્કાર)ના કારણે તેમના પર અલ્લાહની ફિટકાર પડી છે, એટલા માટે તેઓ ભાગ્યે જ ઈમાન લાવે છે.

તફસીર(સમજુતી):-

યહૂદીઓની એક કહેવત એવી પણ હતી કે અમારા હૃદય ઈલ્મ થી ભરેલા છે, હવે અમને નવા ઈલ્મ ની જરૂર નથી એટલે કે કુરઆન ની તાલીમ ની,

તેથી જ અલ્લાહ એ જવાબ આપ્યો કે ઈલ્મ થી નહીં લાનત થી ભરેલા છે અને જેના પર લાનતે ઈલાહી હોય તેમના નસીબે ઈમાન હોતું નથી
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92